શરીરમાંથી આવતા અવાજને અવગણવાની ભૂલ ક્યારેય ન કરો, આપે છે આ રોગ થવાનો સંકેત 

આપણું શરીરમાંથી કયારેક-ક્યારેક અમુક પ્રકારના અવાજ આવતા હોય છે. જેવા કે, પેટમાંથી અવાજ, શ્વાસ લેતી સમયે અવાજ, નસકોરાનો અવાજ આવતો રહેતો હોય છે. પરંતુ આપણે લોકો આ અવાજને નજર અંદાજ કરતા હોય છે. આ અવાજ ઘણી વાર સામાન્ય હોય છે જે અંગોના કામ કરવાને કારણે નીકળે છે. પરંતુ ઘણા એવા અવાજ તમારા અસ્વસ્થ હોવાનો અંદાજ પણ કરે છે. આ અવાજ તમારે સાચા સમયે સાંભળીને તુરંત જ સાવધાન થઇ જવું જોઈએ.

સામાન્ય રીતે આપણે લોકો એવું માનતા હોય છે કે,નસકોરા થાકને કારણે આવે છે. પરંતુ એવું બિલકુલ નથી. નસકોરા મોટાપા અને ગળામાં મેમ્બ્રેનના કારણે નસકોરાનો અવાજ આવે છે. નસકોરાના કારણે એપ્રિયા, ડાયાબિટીસ અને સ્ટ્રોકનો ખતરો વધી જાય છે. ઘણા લોકોને કાનમાં ઘણી વાર ઘંટી એન સીટીનો અવાજ સાંભળવા મળે છે.

આ અવાજ એક સમસ્યાનો સંકેત છે. જેને ટીનીટ્સ કહેવામાં આવે છે. સામાન્ય રીતે તો બહુ જ જોરથી આવેલો અવાજ અચાનક જ શાંત થઇ જાય તો આ અવાજ સાંભળવામાં આવે છે જે સામાન્ય છે. પરંતુ તમને જો વારંવાર આવી અવાજ સાંભળવા મળતી હોય છે તો એ વાતનો સંકેત આપે છે કે, તમારા કાનમાં ઇન્ફેક્શન છે. ટીનીટ્સનો સંકેત સાંભળવા મળે તો તુરંત જ ડોક્ટરની સલાહ લેવી જોઈએ.

શ્વાસ લેવો તે એક શરીરની પ્રક્રિયા છે. પરંતુ ઘણી વાર શ્વાસ લેતા સમયે ખર-ખર અને સીટી જેવો અવાજ આવે છે. આ અવાજનો સંકેત આપે છે કે તમારી શ્વાસ નળીમાં વધારેમાં વધારે મ્યુક્સ જમા થઇ ગઈ છે. જેના કારણે મુશ્કેલી થાય છે. મ્યુક્સ આપણા સ્વાસ્થ્ય માટે જરૂરી છે. કારણકે હવામાં બેક્ટેરિયા અને કીટાણુઓના શરીરમાં અંદર પ્રવેશ કરવાથી રોકે છે. પરંતુ મ્યુક્સને કારણે તમે સારી રીતે શ્વાસ નથી લઇ શકતા.

પેટમાંથી અવાજ આવવો એ એક સામાન્ય સંકેત છે. પેટમાં અવાજ આવવાનો મતલબ સાફ છે કે, તેના પાચન તંત્રમાં કોઈ ગડબડી છે. સામાન્ય રીતે પેટમાં પાચન ના થવાના કારણે પણ આ પ્રકારનો અવાજ સાંભળવા મળે છે. આ પ્રકરણો વારંવાર અવાજ આવે તો તુરંત જ ડોક્ટરનો સંપર્ક કરવાનો.

જો તમને લગાતાર ઉધરસ આવતી હોય અને ઉધરસ ખાવાની સાથે સીટી અને કૂતરાના ભસવાનો અવાજ આવતા હોય છે. તો આ અવાજ શ્વાસથી જોડાયેલી પરેશાનીનો સંકેત છે. આ બન્ને અવાજ આવવો કોઈ એલર્જી,અસ્થમા અને કંજેસ્ટિવ હાર્ટ ફેલ્યોરનો સંકેત છે. જો તમને લગાતાર ઉધરસ આવતી હોય અને વચ્ચે-વચ્ચે શ્વાસ લેવામાં મુશ્કેલી આવતી હોય તો સમય બગાડ્યા વગર જલ્દીથી ડોક્ટરનો સંપર્ક કરો.

ઘણી વાર ચાલતા, બેસતા અને ઉઠતા સમયે સાંધામાંથી હાડકાનો અવાજ આવતો હોય છે. સામાન્ય રીતે આ અવાજ ત્યારે જ આવે છે જયારે સાંધાની વચ્ચે હવા ભરાઈ જતી હોય છે. જો તમને આ અવાજ વારંવાર સાંભળવા મળે છે, અથવા તો ચાલતા, સુતા, ઉઠતા, બેસતા અવાજ આવે છે. આ અવાજ એ વાતનો સંકેત આપે છે કે, તમારા સાંધામાં લુબ્રીકેટ ઓછી થઇ ગયું છે.

આ અવાજ તો સામાન્ય રીતે મોટી ઉંમરમાં જ થાય છે. જો તમને વારંવાર આ સમસ્યાનો સામનો કરો છો તો જલ્દીથી જલ્દી ડોક્ટરનો સંપર્ક કરો. ઘણી વાર આપણને બહુજ ભૂખ લાગી હોય અથવા તો ભર પેટ જમ્યા હોય ત્યારે ઓડકારની સમસ્યા થાય છે. પેટમાં ભરાયેલા ગેસના બહાર નીકળવાના કારણે ઓડકાર આવે છે. જો તમને ઓડકારની સાથે જલન પણ થતી હોય છે અને ગેસ્ટ્રીકનો પ્રોબ્લેમ થઇ શકે છે.

Leave a reply:

Your email address will not be published.

Site Footer