સુનિધિ ચૌહાણને થવા લાગી પોતાનાથી ૧૪ વર્ષ મોટા પતિ સાથે સમસ્યા, મીડિયાની સામે આવીને વ્યક્ત કર્યું દુઃખ

બૉલીવુડ ફિલ્મોને પોતાના અવાજ અને પોતાના ઘણાં દમદાર ગીતોથી સજાવવા વાળી ગાયિકા સુનિધિ ચૌહાણના અંગત જીવનમાં ફરી એકવાર ઉથલપાથલ શરુ થઇ ગઈ છે. સુનિધિ ચૌહાણ ફરી એકવાર તેના લગ્ન જીવન માટે ચર્ચામાં આવી છે.
કેટલાક મીડિયા રિપોર્ટ અનુસાર, તેનો બીજો પતિ હિતેશ સૈનિક અને તેની વચ્ચે ઘણા દિવસોથી મનદુઃખ ચાલી રહ્યું છે. પરંતુ થોડા દિવસો પહેલા જ તેનો પતિ મીડિયાની સામે આવ્યો હતો અને આ સમાચાર અહેવાલોને ખોટા ગણાવ્યા હતો.

તે સમયે સિંગર તરફથી કોઈ નિવેદન આવ્યું નહોતું. હવે ગાયકે પણ આ મુદ્દા પર પોતાનો પક્ષ મૂક્યો છે. સુનિધિએ હવે આ સમગ્ર મામલાને યોગ્ય રીતે સાફ કરી દીધો છે. જાણવા માં આવ્યું છે કે હિતેશ સુનિધિનો બીજો પતિ છે. આ પહેલા તેણે વર્ષ 2002 માં બોબી ખાન સાથે લગ્ન કર્યા હતા. સુનિધિનું પહેલું લગ્ન માત્ર એક વર્ષ ચાલ્યું. આ પછી, ગાયીકા એ વર્ષ 2012 માં બીજી વાર હિતેશને તેનો જીવનસાથી બનાવ્યો.

સુનિધિએ એક ખાનગી અખબારને આપેલી મુલાકાતમાં કહ્યું હતું કે, આવા સમાચાર માત્ર એક અફવા છે. આ અહેવાલોમાં કોઈ પણ પ્રકારનું સત્ય નથી. મારી અને હિતેશ વચ્ચે બધુ બરાબર ચાલી રહ્યું છે. કોઈ પણ બાબતમાં અમારી વચ્ચે કોઈ તણાવ નથી, બધું ઓલરાઇટ છે. અમે સાથે રહીએ છીએ ચાલો તમને જણાવી દઈએ કે આ કપલ વિશે એક સૂત્ર એ જણાવ્યું હતું કે તેમના લગ્ન જીવનમાં કંઇ સારું નથી થઈ રહ્યું. તાજેતરમાં આ બંને વચ્ચે બધું સારું થયું છે. ગોવા સફર દરમિયાન આ બંને વચ્ચેના અણબનાવના સમાચાર બહાર આવ્યા છે.

નોંધપાત્ર વાત એ છે કે સુનિધિ આજે સ્ટેજ પર છે, તેણે આમાં આવવા માટે ખૂબ જ મહેનત કરી છે. દિલ્હીમાં જન્મેલી સુનિધિએ ચાર વર્ષની ઉંમરેથી જ સ્થાનિક તહેવારોમાં ભાગ લેવાનું શરૂ કર્યું હતું. વર્ષ 1996 માં, તેમણે 12 વર્ષની વયે ફિલ્મ કાર્યોથી કારકિર્દીની શરૂઆત કરી. આ લાંબી મુસાફરી દરમિયાન તેણે પોતાની કારકિર્દીમાં ઘણા ઉતાર-ચઢાવ પણ જોયા છે.

સુનિધિ ચૌહાણે પહેલા લગ્ન ફક્ત 18 વર્ષ ની ઉમર માં 14 વર્ષ મોટા બૉબી ખાન સાથે લગ્ન કર્યા હતા, તેના આ લગ્ન તેને પોતાના પરિવારની વિરુદ્ધ જઈ ને કર્યા હતાં. પહેલા લગ્ન જીવન તૂટ્યા ના 9 વર્ષ પછી સુનિધિને તેનો બીજો હિતેશ સૈનિક ના રૂપમાં મળ્યો હતો, તે શનિક વ્યવસાયે સંગીતકાર છે. 2012 માં બંનેના લગ્ન થયા હતા. તમને જણાવી દઇએ કે હિતેશ પણ સુનિધિ કરતા 14 વર્ષ મોટો છે. બનેને એક બે વર્ષનો પુત્ર પણ છે.

સુનિધિ મુંબઈ આવીને દૂરદર્શનના ગાયન શોમાં ભાગ લીધો. સિંગરે આ શો જીતી લીધો, જેના માટે તેમને લતા મંગેશકર ટ્રોફીનું બિરુદ આપવામાં આવ્યું. સુનિધિએ ઘણાં હિટ ગીતો ગાયાં છે. ‘ધૂમ’ ફિલ્મ માં ‘ધૂમ મચાલે’ , ‘મિશન કાશ્મીર’ ના ‘ભૂમરો’ અને ‘દિલ બેચરા’ ના ‘મુશખરી’ ક્લાસિક ગીતો છે. ગાયકનું અસલી નામ સુનિધિ નહીં પણ નિધિ ચૌહાણ છે.

Leave a reply:

Your email address will not be published.

Site Footer