અશ્લિલતા મામલામાં ઉદ્યોગપતિ રાજ કુંદ્રાની પત્ની અભિનેત્રી શિલ્પા શેટ્ટીએ બોમ્બે હાઈકોર્ટમાં 29 મીડિયા વ્યક્તિઓ અને મીડિયા ગૃહો વિરુદ્ધ ‘ખોટી રિપોર્ટિંગ અને તેમની છબી ખરાબ કરવા’ બદલ ફરિયાદ નોંધાવી છે. માનહાનિનો દાવો કરવામાં આવ્યો છે. આ મામલે આવતીકાલે (30 જુલાઇ) સુનાવણી થશે.
શિલ્પા શેટ્ટી: – અશ્લિલતા મામલામાં ઉદ્યોગપતિ રાજ કુંદ્રાની પત્ની અભિનેત્રી શિલ્પા શેટ્ટીએ 29 મીડિયા વ્યક્તિઓ અને મીડિયા હાઉસો વિરુદ્ધ ‘ખોટી રિપોર્ટિંગ અને તેમની છબી ખરાબ કરવા’ બદલ ફરિયાદ નોંધાવી હતી.હાઇકોર્ટમાં માનહાનિનો દાવો કરવામાં આવ્યો છે.
આ મામલે આવતીકાલે (30 જુલાઇ) સુનાવણી થશે. બીજી તરફ, કુંદ્રાને મોટો ઝટકો લાગતાં મુંબઈની કોર્ટે બુધવારે જામીન આપવાનો ઇનકાર કર્યો હતો. સેબીએ શિલ્પા શેટ્ટી અને તેના પતિ રાજ કુંદ્રાને 3 લાખ રૂપિયાનો દંડ કર્યો, જાણો સમગ્ર મામલો
બોલીવુડ અભિનેત્રી શિલ્પા શેટ્ટીના પતિ રાજ કુંદ્રાને અશ્લીલ ફિલ્મોના નિર્માણ અને એપ્સ દ્વારા પ્રસારિત કરવાના એક કેસમાં મુંબઈ પોલીસની ક્રાઈમ બ્રાંચે 19 જુલાઈએ ધરપકડ કરી હતી. 45 વર્ષીય કુન્દ્રાને મંગળવારે 14 દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલવામાં આવ્યા હતા. જ્યારે પોલીસે આ મામલે શિલ્પા શેટ્ટીને હજી સુધી ક્લિનચીટ આપી નથી.
ઓગસ્ટથી ડિસેમ્બરની વચ્ચે રૂ. 1.17 કરોડની કમાણી કરી : – પોલીસે મેજિસ્ટ્રેટ કોર્ટને જણાવ્યું હતું કે, કુંદ્રાએ ગયા વર્ષે ઓગસ્ટથી ડિસેમ્બરની વચ્ચે પોર્ન ફિલ્મોના ઓનલાઇન નિર્માણ અને વિતરણના તેમના વ્યવસાયથી ઓછામાં ઓછા 1.17 કરોડની કમાણી કરી હતી. કુંદ્રાએ દલીલ કરી હતી કે તેમના દ્વારા બનાવવામાં આવેલી ફિલ્મોમાં જાતીય કૃત્યો પ્રત્યક્ષ કે સ્પષ્ટ રીતે દર્શાવવામાં આવ્યા નથી.
તે જ સમયે, કુન્દ્રાની ધરપકડ પછી, તેની એપ માટે ત્રણ ફિલ્મોમાં કામ કરનાર અભિનેત્રી ગેહના વશિષ્ઠે એક વિડીયોમાં કહ્યું હતું કે શૃંગારિક સામગ્રી પોર્નોગ્રાફીથી અલગ છે.
અદાલતે વચગાળાની રાહત આપવાનો ઇનકાર કર્યો : – વરિષ્ઠ એડવોકેટ અબાદ પોંડા દ્વારા કુંદ્રાએ તેની ધરપકડને પડકારતી બોમ્બે હાઈકોર્ટમાં એક અલગ અરજી કરી છે. કુંદ્રાએ પોતાની અરજી દ્વારા તેમની ધરપકડને ગેરકાયદે ગણાવી છે અને મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ કોર્ટના તમામ આદેશો રદ કરવાની માંગ કરી છે.
જો કે, મંગળવારે ન્યાયાધીશ એ.એસ. ગડકરીએ આ મામલે પોલીસનો પક્ષ સુનાવણી કરતા પહેલા કોઈ વચગાળાની રાહત આપવાનો ઇનકાર કરી દીધો હતો અને આગામી સુનાવણી ગુરુવારે (29 જુલાઈ) મુલતવી રાખી હતી.
કુંદ્રા બોલિવૂડ એક્ટ્રેસ શિલ્પા શેટ્ટીનો પતિ છે અને ગયા અઠવાડિયે પોલીસે તેના જુહુના ઘરે દરોડા પાડ્યા હતા અને તેનું નિવેદન નોંધ્યું હતું. આ કેસે સમગ્ર બોલીવુડને આશ્ચર્યમાં મૂકી દીધું છે, કારણ કે તે પોર્ન જેવી સંવેદનશીલ બાબત છે, જેમાં કરોડપતિ બિઝનેસમેન અને બોલીવુડ અભિનેત્રી, નૃત્યાંગના અને લોકોને ફિટ રહેવા માટે યોગ શીખવતા શિલ્પા શેટ્ટીના પતિ ઘેરાયેલા છે.