જાણો આપણા દેશના એક જ કતારમાં આવેલા શિવ મંદિરો વિશે

આજથી હજારો વર્ષ પહેલાં યોજનાબદ્ધ રીતે એક જ રેખા પર બનાવાયાં હતાં શિવમંદિરો દેશના ઉત્તર ભાગથી દક્ષિણ સુધી ભગવાન શિવના સાત મંદિર એક જ કતારમાં દેશાંતર રેખા પર સ્થિત છે. આ તમામ મંદિર લોન્ગિટ્યૂડ પર 79 ડિગ્રીએ આવેલા છે. ઉત્તરે ઉત્તરાખંડમાં કેદારનાથ તો દક્ષિણમાં રામેશ્વવરમ જ્યોતિર્લિંગ છે. આ બંને જ્યોતિર્લિંગ વચ્ચે સ્થિત પાંચ શિવ મંદિર સૃષ્ટિના પંચ તત્ત્વ એટલે કે જળ, વાયુ, અગ્નિ, આકાશ અને ધરતીનું પ્રતિનિધિત્વ કરે છે.

આ પાંચમાંથી ચાર શિવ મંદિર તમિલનાડુમાં છે. તેના નામ છે, અરુણાચલેશ્વર, થિલ્લાઈ નટરાજ, જમ્બુકેશ્વર અને એકામ્બેશ્વરનાત. એક શિવ મંદિર આંધ્રપ્રદેશમાં છે- શ્રીકાલહસ્તી શિવ મંદિર. આ તમામ ઉત્તરથી દક્ષિમમાં બે ભાગમાં વહેંચનારી દેશાંતર રેખા પર 79 ડિગ્રી પર છે. ઉજ્જૈનનું મહાકાલેશ્વર જ્યોતિર્લિંગ આ કતારમાં થોડું બહાર છે. મહાકાલેશ્વર 75.768 ડિગ્રી પર છે.

આ મંદિરોની સ્થાપના આજથી 1500થી બે હજાર વર્ષ પહેલા થઈ હતી. તેને યોજનાબદ્ધ રીતે એક જ કતારમાં પંચતત્ત્વોને ધ્યાનમાં રાખીને બનાવાયા હતા. આ દરેક મંદિર એક-એક પંચતત્ત્વનું પ્રતિનિધિત્વ કરે છે. ઉજ્જૈનના મહર્ષિ પાણિની સંસ્કૃત વિશ્વ વિદ્યાલયમાં જ્યોતિષ વિબાગના આસિસ્ટન્ટ પ્રોફેસર ડૉ. ઉપેન્દ્ર ભાર્ગવના કહેવા પ્રમાણે, આ તમામ મંદિર એક લાઈનમાં છે, પરંતુ સ્થાપના કાળ જુદો છે. રામેશ્વરમ જ્યોતિર્લિંગની સ્થાપના ત્રેતા યુગમાં ભગવા રામે સમુદ્ર પાર કરતા પહેલા કરી હતી. જ્યારે કેદારનાથની સ્થાપના મહાભારત કાળમાં થઈ હોવાનું મનાય છે. આ જ રીતે, પાંચ શિવ મંદિર પણ પાંચમીથી 12મી શતાબ્દી વચ્ચે બનાવાયા હતા.

૧. અરુણાચલેશ્વર મંદિર: તમિલનાડુના તિુવન્નામલાઈ શહેરમાં અરુણાચલા પહાડી પર આવેલા આ મંદિરનું શિવલિંગ અગ્નિ તત્ત્વનું પ્રતીક છે. નવમી સદીમાં ચોલરાજાઓએ આ મંદિરનો વિસ્તાર કર્યો હતો.

૨. જમ્બુકેશ્વર મંદિર: થિરુવનાઈકવલ (ત્રિચી) જિલ્લામાં બનેલું 1800 વર્ષ જૂનું આ મંદિર પંચતત્ત્વોમાં જળનું પ્રતિનિધિત્વ કરે છે.

૩. થિલ્લાઈ નટરાજ મંદિર: ભગવાન શિવના રૂપમાં નટરાજનું મંદિર તમિલનાડુના ચિદમ્બરમ શહેરમાં છે. ભરત મુનિએ લખેલા નાટ્યશાસ્ત્રમાં દર્શાવેલા તમામ 108 રૂપ પણ આ મંદિરમાં જોવા મળે છે. વર્તમાન મંદિર દસમી સદીમાં ચોલ રાજાઓએ બનાવ્યું હતું.

૪. શ્રીકાલહસ્તી મંદિર: આંધ્રપ્રદેશના તિરુપતિથી 36 કિ.મી. દૂર આવેલું આ મંદિર વાયુ તત્ત્વનું પ્રતિનિધિ છે. પાંચમી સદીના આ મંદિરમાં રાહુ કાળ અને રાહુ-કેતુથી જોડાયેલા અન્ય દોષની પૂજા થાય છે. રાહુ કાળની શાંતિ પણ આ મંદિરમાં જ થાય છે.

૫. એકામ્બેશ્વરનાથ મંદિર: તમિલનાડુના કાંચીપુરમમાં બનેલા આ મંદિર વિશે દંતકથા છે કે, અહીં પાર્વતીએ બાલુ-રેતથી શિવલિંગની સ્થાપના કરીને તપ કર્યું હતું. આ શિવલિંગને પૃથ્વી તત્ત્વનું પ્રતિનિધ મનાય છે. આશરે 25 એકરમાં બનેલા આ 11 માળના મંદિરની ઊંચાઈ 200 ફૂટ છે.

Leave a reply:

Your email address will not be published.

Site Footer