શિવ પૂજા કરતી વખતે ક્યારેય આ સામગ્રીનો ઉપયોગ ન કરવો, થઇ શકે છે ભારે નુકસાન

આપણે બધા મહાદેવના ભક્ત છીએ, આપણે જાણીએ જ છીએ કે મહાદેવને દેવોના દેવ કહેવામાં આવે છે, તેઓને ખુશ કરવા પણ ખુબ જ  સરળ છે. તેમનો પ્રિય વાર સોમવાર છે આ દિવસે તેમના પર માત્ર જળ અર્પણ કરવાથી પણ મહાદેવ પ્રસન્ન થઈ જાય છે. ઘણા શાસ્ત્રોમાં શિવપૂજાના કેટલાક વિધાન પણ કહેવામાં આવ્યા છે.

એવા અમુક વિધાન નું ધ્યાન પૂજા કરતી વખતે રાખવામાં આવે તો શિવજીની કૃપા હંમેશા તેના ભક્તો પર રહે છે. જો કે ભોળાનાથની પૂજા કરતી વખતે કેટલીક ભૂલો કરવામાં આવે તો તેઓ તેના ભક્ત પર કોપાયમાન પણ થઈ શકે છે. તો આપણે પણ શિવ પૂજામાં આ વાતોનું ધ્યાન અચૂક રાખવું જોઈએ.

  1. શિવ ની પૂજા કરતી વખતે મુખ ઉત્તર તરફ રહે તેમ આસન ગ્રહણ કરવું જોઈએ.
  2. શિવજીની પૂજામાં ક્યારેય તુલસીનો ઉપયોગ ન કરવો. 
  3. શિવજીની પૂજામાં શંખનો પ્રયોગ ન કરવો.
  4. શિવજીની પૂજામાં ઉપયોગમાં લેવાનું જળ માત્ર ત્રાંબાના પાત્રમાં જ રાખવું.
  5. શિવલિંગ પર ક્યારેય કંકુથી તિલક ન કરવું, તેમને હંમેશા ચંદન જ અર્પણ કરવું જોઈએ.
  6. શિવજી પર ક્યારેય હળદર પણ ન ચડાવવી.
  7. શિવજીને પ્રસાદમાં ચડતી ભાંગ માત્ર ચાંદી કે સ્ટીલના પાત્રમાં જ ચડાવવી જોઈએ.
  8. કેવડાત્રીજ સિવાય શિવજીને કેવડો ન ચડાવવો.

શિવજીને રૂદ્રી ખુબ જ પ્રિય છે સોમવારે રૂદ્રી બનાવી તેનો પ્રસાદ એક ભાગ રમતા બાળકને, એક ભાગ મંદિરમાં, એક ભાગ ઘરમાં પ્રસાદી તરીકે ધરાવવો. સોમવારે બિલ્વપત્ર ચડાવી શિવજીની પૂજા કરવી જોઈએ. આ રીતે પૂજા કરવાથી શિવજી પ્રસન્ન થાય છે.

Leave a reply:

Your email address will not be published.

Site Footer