જાણો શનિવારે શનિદેવને પ્રસન્ન કરવા માટે કયા ઉપાયો કરવાથી શનિદોષથી મુક્તિ મળી શકે છે

જો કોઈના જીવનમાં શનિ સાથે સંબંધિત કોઈ પીડા કે પરેશાની થઈ રહી હોય તો તે શનિવારના દિવસે શનિદેવની કૃપા મેળવવા માટે આ મહાઉપાય એકવાર જરૂર કરે. આ ઉપાયો કરવાથી શનિને કારણે થનારી સમસ્યાઓ થોડાક જ દિવસમાં દૂર થઈ જશે.

જ્યોતિષ મુજબ શનિવારના દિવસે શનિદેવના ચરણોમાં શનિદેવને સૌથી વધુ પ્રિય લાગનારી વસ્તુઓ તમારી ઈચ્છા પૂર્તિ ની કામના કરતા શ્રદ્ધાભાવથી અર્પિત કરી દો. આવુ કરવાથી શનિ દેવ શીધ્ર પ્રસન્ન થાય છે અને શનિદોષને કારણે થનારા બધા પરેશાનીઓ ખતમ થવા માંડે છે.

શનિ મંત્ર :

ઉપય કરતા પહેલા આ શનિ મંત્રનો જાપ 51 વાર રૂદ્રાક્ષની માળાથી કરો..

કોણસ્થ પિંગલો બભુ કૃષ્ણો રૌદ્રોન્તકો યમ

સૌરિ શનિશ્ચરો મંદ: પિપ્પલાદેન સંસ્તુત

શનિવારે કરો આ ઉપાય : શનિવારે શનિ મંદિરમાં જઈને શનિદેવના ચરણોમાં ફક્ત આસમાની રંગના 5 ફૂલ અને કાળા તલના 21 દાણા સવારના સમયે ચઢાવી દો. તેનાથી શનિ દેવ શીધ્ર પ્રસન્ન થઈને મનોકામના પૂરી કરી દેશે.

શનિદેવના ચરણોમાં ચઢાવો આ વસ્તુ :

1. શમીના પાન – શનિદેવને શમીના પાન સૌથી વધુ પ્રિય છે. આ પાનથી શનિદેવ તરત ખુશ થઈ જાય છે.

2. આસમાની ફુલ – શનિને અપરાજિતાના ફુલ ચઢાવો. આ ફુલ ભૂરા હોય છે. શનિ ભૂઓરા વસ્ત્ર ધારણ કરે છે અને તેમને ભૂરો રંગ પ્રિય છે. આ કારણે શનિદેવને ભૂરા ફુલ ચઢાવવામાં આવે છે.

3. કાળા તલ – કાળા તલનો કારક શનિ છે. શનિને કાળી વસ્તુઓ પ્રિય છે. તેથી જ શનિની પૂજામાં કાળા તલ પણ ચઢાવવામાં આવે છે.

4. સરસવનું તેલ – શનિને તેલ ચઢાવવાની પરંપરા ખૂબ જૂની છે. અને મોટાભાગના લોકો શનિવારે તેલનુ દાન પણ કરે છે અને શનિનો અભિષેક પણ કરે છે.

Leave a reply:

Your email address will not be published.

Site Footer