કાળો દોરો ન ફક્ત તમને ખરાબ શક્તિઓ કે ખરાબ નજરથી બચાવે છે. પણ તે શનિ ગ્રહને મજબૂત કરે છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર 12 રાશિઓમાં એવી 2 રાશિ છે જેમનાં માટે કાળો દોરો અનુકૂળ માનવામાં આવતો નથી. આ બંને રાશીઓમાં એક રાશિ છે મેષ અને એક છે વૃશ્ચિક. કારણ છે આ બંને રાશિઓનો અધિપતિ ગ્રહ એટલે કે સ્વામી ગ્રહ મંગળ છે. અને મંગળને કાળો રંગ પસંદ નથી. મંગળને લાલ રંગ પસંદ છે. મંગળનો રંગ પણ લાલ છે. તે સેના, ભૂમિ, યુદ્ધ અને સૈન્ય શક્તિનો કારક ગ્રહ છે.
વૈદિક જ્યોતિષ મુજબ, મેષ અને વૃશ્ચિક રાશિનાં જાતકો જો કાળો દોરો પહેરે છે તો તેમનાં જીવનમાં મુશ્કેલીઓ વધી જાય છે. વ્યક્તિની નિર્ણય શક્તિ ડગી જાય છે. કાળો દોરો આ રાશિવાળાનું મન બેચેન કરી દે છે. તે તેમનાં જીવનમાં અસફળતાનું કારણ પણ બની શકે છે. તેથી આ રાશિનાં જાતકોએ ક્યારેય કાળો દોરો પહેરવો ન જોઇએ.
તો મકર, તુલા અને કુંભ રાશિનાં જાતકો માટે આ દોરો ખુબજ શુભ માનવામાં આવે છે. તુલા શનિની ઉચ્ચ રાશિ છે. અને મકર અને કુંભ રાશિનાં સ્વામી શનિ મહારાજ છે. આ રાશિનાં જાતકોએ કાળો દોરો પહેરવાથી તેમનું નસિબ ખુલે છે. દરિદ્રતા દૂર થાય છે. તેમજ તેમની ઉત્તરોત્તર પ્રગતિ થાય છે.
કાળો દોરો મોટે ભાગે નજરથી બચવા માટે કે કોઇ ખરાબ શક્તિઓથી બચવા માટે બાંધવામાં આવે છે. નાના બાળક હોય કે મોટેરા હોય તેઓ તેમનાં હાથ, ડાબા પગ કે પછી ગળામાં કાળો દોરો બાંધતા જ હોય છે. પણ આ બે રાશિ છે જેનાં જાતકોએ કાળો દોરો ન પહેરવો જોઇએ.