શનિ દોષ, સાઢેસાતીના પ્રભાવને દુર કરવા માટે અપનાવો આ કારગર ઉપાય

સખત મહેનત કરવા છતાં જ્યારે ભાગ્ય સાથ ન આપે ત્યારે માણસ ઘોર નિરાશામાં ગરક થઈ જાય છે. વ્યક્તિ પોતાના ખરાબ સમયને દોષ આપી અને હાર માની લે છે. જો આવું તમારી સાથે પણ થતું હોય તો નીચે દર્શાવેલા ઉપાય શ્રદ્ધાથી કરવામાં આવે તો સકારાત્મક પરીણામ પ્રાપ્ત કરી શકાય છે.

૧. પાણીમાં દૂધ, તલ અને ચંદન ઉમેરી અને આ પાણી પીપળાને ચડાવવું. જ્યોતિષ શાસ્ત્રમાં જણાવાયું છે કે જે લોકો ઘરમાં પીપળો વાવી અને તેનું જતન કરે છે તેની કુંડળીના તમામ દોષ દૂર થઈ જાય છે. ઘરમાં સુખ-શાંતિ અને સમૃદ્ધિ વધે છે.

૨. પીપળાના ઝાડ નીચે શિવલિંગની સ્થાપના કરી અને નિયમિત રીતે તેની પૂજા કરવાથી જીવનમાં કોઈપણ સમસ્યા હોય તેનો અંત આવી જાય છે. ખરાબ સમય પણ આ ઉપાયથી દૂર થઈ જાય છે. જો કોઈ જાતકને શનિ દોષ, સાઢેસાતી અને ઢૈયાના પ્રભાવ દૂર કરવા હોય તો દર શનિવારે પીપળામાં પાણી ચડાવી અને સાત પરીક્રમા કરવી જોઈએ.

૩. સાંજના સમયે પીપળના ઝાડ નીચે દીવો કરવાથી પણ લાભ થાય છે. જો કોઈ કામમાં અકારણ બાધા આવતી હોય તો પીપળાના ઝાડ નીચે બેસી અને હનુમાન ચાલીસાનો પાઠ કરવો. તેનાથી હનુમાનજી પ્રસન્ન થાય છે અને કાર્યમાં નડતર સમસ્યાઓ દૂર થાય છે.

૪. સોમવારે જાતકે શિવલિંગ પર શુદ્ધ જળથી અભિષેક કરવો જોઈએ. બિલ્વપત્ર ચડાવવું જોઈએ. સોમવારે રૂદ્રી કરવાથી ચોક્કસ ફળની પ્રાપ્તિ થાય છે.

Leave a reply:

Your email address will not be published.

Site Footer