જાણો ભગવાન શ્રી કૃષ્ણના ૧૨ અસરકારક મંત્ર

ભગવાન વિષ્ણુના આઠમા અવતાર ગણવામાં આવતા શ્રીકૃષ્ણનો ભારતભરમાં અપાર મહિમા છે. તેમનામાં વિશ્વાસ રાખનારાની સંખ્યા કરોડોમાં છે. આ જ કારણ છે કે દેશમાં નહીં પણ વિદેશમાં પણ યશોદાના કાન્હાના અનેક મંદિરો સ્થપાયેલા છે. આજે અમે આપને શ્રીકૃષ્ણ સાથે જોડાયેલા કેટલાક મંત્રો વિશે જણાવીશું કે જેના જાપથી ધનની પ્રાપ્તિ થાય છે, સૌંદર્ય વધે છે. તેમના ઉચ્ચારણ પણ ખૂબ જ સરળ છે. હિંદુ માન્યતા અનુસાર યોગ્ય ઉચ્ચારણ સાથે કરવામાં આવેલા મંત્રજાપ યોગ્ય ફળ આપે છે.

૧. कृं कृष्णाय नमः 
કૃષ્ણના આ મંત્રનો જાપ કરવાથી કોઈની પાસેથી અટકેલું ધન મેળવવામાં રાહત મળે છે. આ સિવાય મૂળમંત્રનો જાપ કરવાથી ઘર પરિવારમાં સુખ સમૃદ્ધિ આવે છે. ધાર્મિક રીતે આ મંત્રનો લાભ મેળવવા માટે સવારનો સમય શ્રેષ્ઠ છે. તેનો 108 વાર જાપ કરવાથી બાધાઓ દૂર થાય છે અને ધન પ્રાપ્તિ થાય છે.

૨. क्लीं ग्लौं क्लीं श्यामलांगाय नमः 
આર્થિક સ્થિતિને સુધારનારા આ મંત્રનો પ્રયોગ જે ભક્ત કરે છે તેને સંપૂર્ણ સિદ્ધિઓ પ્રાપ્ત થાય છે. આ મંત્ર આર્થિક સ્થિતિને સારી કરે છે અને તેમાં ઝડપથી વૃદ્ધિ લાવે છે.

૩. ॐ नमो भगवते श्रीगोविन्दाय 
આ મંત્રની વિશેષતા એ છે કે તે લગ્ન સાથે જોડાયેલો છે. જેઓ લવમેરેજ કરવા ઈચ્છે છે અને કોઈ કારણસર તેમાં બાધા આવે છે તો વહેલા ઊઠીને સ્નાન કરીને 108 વાર આ મંત્રનો જાપ કરવાથી ચમત્કારિક ફળ મળે છે.

૪. ऐं क्लीं कृष्णाय ह्रीं गोविंदाय श्रीं गोपीजनवल्लभाय स्वाहा ह्र्सो 
આ મંત્ર બોલવામાં થોડો અધરો છે. પણ તેનો પ્રભાવ ખૂબ જ સારો રહે છે. આ મંત્રવાણીનું વરદાન ગણવામાં આવે છે. આ મંત્ર વાગીશત્વ અર્પણ કરે છે એવી શક્તિ જે તમારી વાણીની ક્ષમતાને મજબૂત કરે છે અને જે બોલો તે સિદ્ધ થઈ જાય છે.

૫. ॐ श्रीं ह्रीं क्लीं श्रीकृष्णाय गोविंदाय गोपीजन वल्लभाय श्रीं श्रीं श्री 
શ્રીકૃષ્ણના 23 અક્ષરના આ મંત્રથી જીવનમાં આવેલી કોઈ પણ પ્રકારની બાધા દૂર થાય છે. ક્યારેય ધનની અછત સર્જાતી નથી અને નિયમિત જાપથી ધન સચવાઈ રહે છે.

૬. ॐ नमो भगवते नन्दपुत्राय आनन्दवपुषे गोपीजनवल्लभाय स्वाहा 
આ 28 અક્ષરોનો મંત્ર છે. જેનો જાપ કરવાથી મનોવાંછિત ફળની પ્રાપ્તિ થાય છે. જે પણ સાધક આ મંત્રનો જાપ કરે છે તેને દરેક ચીજની પ્રાપ્તિ થાય છે.

૭. ऊं श्रीं नमः श्रीकृष्णाय परिपूर्णतमाय स्वाहा 
આ કોઈ સાધારણ મંત્ર નથી પણ શ્રીકૃષ્ણનો સપ્તદશાક્ષર મહામંત્ર છે. અન્ય મંત્રનો 108 વાર જાપ કરવાથી ફળ મળે છે. પરંતુ આ મંત્રનો જાપ 5 લાખ વાર કરવો પડે છે. ધાર્મિક માન્યતા અનુસાર જપનો સમય હવનનો દશાંશ અભિષેકનું દશાંશ તર્પણ અને તર્પણનો દશાંશ માર્જન કરવાનું વિધાન પણ શાસ્ત્રોમાં વર્ણવાયું છે. જે વ્યક્તિ આ મંત્રનો જાપ સિદ્ધ કરી લે છે તે કરોડપતિ બને છે.

૮. गोवल्लभाय स्वाहा 
બે શબ્દનો આ મંત્ર કુલ 7 અક્ષરથી બનેલો છે. તેનું ઉચ્ચારણ યોગ્ય રીતે ન કરાય તો તેની અસર ખતમ થઈ જાય છે. આ મંત્રથી અપાર ધનપ્રાપ્તિ થાય છે. જો તમે ઝડપથી વધારે ધન મેળવવા ઈચ્છો છો તો આ મંત્રનો જાપ કરો. ગમે તે સમયે પણ યોગ્ય ઉચ્ચારણ સાથે મંત્રજાપ કરવામાં આવશે તો તેનો લાભ મળશે. જ્યારે સવાલાખ વાર આ મંત્રનો જાપ થશે ત્યારે તમારી આર્થિક સ્થિતિ સુધરવા લાગશે.

૯. गोकुल नाथाय नमः 
આ 8 અક્ષરના શ્રીકૃષ્ણમંત્રનો જાપ જે સાધક કરે છે તેની દરેક ઈચ્છાઓ પૂરી થાય છે. ભૌતિક સુખ, ધન સંબંધી કે કોઈ ખાસ કામ પૂરી કરવાની ઈચ્છા પણ આ મંત્રના યોગ્ય ઉચ્ચારણથી પૂર્ણ થાય છે.

૧૦. लीलादंड गोपीजनसंसक्तदोर्दण्ड बालरूप मेघश्याम भगवन विष्णो स्वाहा 
કૃષ્ણના આ મંત્રમાં 29 અક્ષર છે. જે ભક્ત 1 લાખ વાર તેનો જાપ ઘી, ખાંડ કે મધમાં તલ અને ચોખા મેળવીને હવન કરે તો તેને ઘરે સ્થિર લશ્ર્મીનો વાસ રહે છે.

૧૧. ॐ कृष्ण कृष्ण महाकृष्ण सर्वज्ञ त्वं प्रसीद मे. रमारमण विद्येश विद्यामाशु प्रयच्छ में 
33 અક્ષરના આ મંત્રમાં એવી ચમત્કારિક શક્તિઓ છે જેની પર તમને કદાચ વિશ્વાસ નહીં આવે. શ્રીકૃષ્ણના આ મંત્રનો જે પણ સાધક જાપ કરે છે તેને સર્વપ્રકારની વિદ્યાઓ મળે છે. આ મંત્ર ગોપનીય ગણવામાં આવે છે, તમે આ મંત્રજાપ કરો તો ગુપ્ત રીતે કરો તે આવશ્યક છે.

૧૨. नन्दपुत्राय श्यामलांगाय बालवपुषे कृष्णाय गोविन्दाय गोपीजनवल्लभाय स्वाहा 
32 અક્ષરના મંત્રના જાપથી દરેક આર્થિક મનોકામના પૂરી થાય છે. જો તમે કોઈ આર્થિક મુશ્કેલીમાંથી પસાર થઈ રહ્યા છો તો સવારે સ્નાન કરીને એક લાખ વાર આ મંત્રનો જાપ કરો. તમને તરત જ સુધારો જોવા મળશે.

Leave a reply:

Your email address will not be published.

Site Footer