થિયેટર ના બદલે OTT પ્લેટફોર્મ પર પણ સલમાન સુપરસ્ટાર બનવાની ઈચ્છા ને આ કારણે રહ્યું અધૂરું

સલમાન ખાનની લેટેસ્ટ ફિલ્મ રાધેઃ યોર મોસ્ટ વોન્ટેડ ભાઈ ડિજિટલ પ્લેટફોર્મ ઝી ફાઇવ અને ઝીપ્લેક્સ પર ઇદના તહેવારમાં ૧૩મી મેના રોજ પ્રિમિયર કરાઇહતી પણ લોકોએ આ ફિલ્મને નકારી કાઢી છે. સોશ્યલ મિડિયા પર તેને લઇને જાતજાતની મિમ્સ વાઇરલ થઇ છે.

 અધૂરામાં પુરું ફિલ્મ પાઇરસીનો ભોગ બર્નીને ઇન્ટરનેટ પર લીક થતાં તેનું નુકસાન વધ્યું છે. સલમાનખાને સોશ્યલ મિડિયા પર નિવેદન જારી કરી જણાવ્યું હતું કે ફિલ્મને ૨૪૯ રૂપિયાના વાજી ભાવે જોવા માટે ઓફર કરવામાં આવી છે છતાં પાઇરેટેડ સાઇટ ગેરકાયદે તેનું સ્ટ્રિમિંગ કરી રહી છે.

તે ગેરકાયદે છે અને તે ગંભીર ગુનો છે.આ ગે૨કાયદે વેબસાઇટ સામે સાયબર સેલ પગલાં લઇરહ્યું છે. ફિલ્મના નામને કારણે નવાઈ લાગતી હોય તો જાણી લો કે રાધે એ મૂળ તો સલમાનની અગાઉની ફિલ્મ તેરે નામમાં તેના પાત્રનું નામ હતું જેને બાદમાં ૨૦૦૯માં વોન્ટેડ ફિલ્મમાં પણ વાપરવામાં આવ્યું હતું.

પણ ૨૦૨૧માં રાધે નામનો જાદુ ચાલ્યો નથી. વોન્ટેડને સફળતા મળ્યા બાદ સલમાન ખાને પોતાનેએકશનહિરો તરીકે પોઝિશન કરી પોતાની એક અલગ ઇમેજ બનાવી હતી. તેણે જય હો અને બજરંગી ભાઇજાન જેવી ફિલ્મો કરી પોતાની ઇમેજને સંતુલિત બનાવી હતી.

સલમાનખાન ઇદ અને તેની નવી | ફિલ્મનું એક અજબ સમીકરણ રચ્યું હતું. ઇદ હોય એટલે ભાઇની ફિલ્મ જોવા માટે થિયેટરોમાં તેના  ચાહકોના ટોળાં ઉમટી પડતાં હતા પણ તાજતરમાં ટટ્યુબલાઇટ, ભારત અને રેસ થ્રીમા દર્શકો નિરાશ થતાં તેનું ઇદનું સમીકરણ શુકનિયાળ રહ્યું નહોતું.

કોરોના મહામારીન કારણે થિયેટરો બંધ હોવાને કારણે રાધેની રિલિઝ જે ૨૦૨૦ મા થવાની હતી તેને પાછળ ઠેલીને ૨૦૨૧ મા રિલિઝ કરવાનું નક્કી થયું હતું પણ આ વર્ષેય કારોના મહામારીને કારણે થિયેટરો ન ખૂલતાં ફિલ્મને ઝી ફાઇવ અને ઝી પ્લેક્સ પર રજૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.

બેથી ત્રણ કરોડના ખર્ચે બનેલી પ્લેટફોર્મ ફિલ્મને માત્ર ઓટીટી પ્લેટફોર્મ પર રજૂ કરવાનું જોખમ સલમાન ખાન લેવા માટે તૈયાર નહોતો. એક સમયે ફિલ્મને ઓટીટી અને થિયેટરોમાં એકસાથે રજૂ કરવાનો નિર્ણય લેવાયો હતો પણ મોટાભાગના સિનેમાગૃહોના માલિકો આની વિરૂદ્ધમાં હતા.

તેઓ ફિલ્મને માત્ર થિયેટરમાં જ રજૂ કરવામાં આવે તેવી તેમની માગણી હતી. પણ લોકડાઉનને કારણે રાધે માટે આખરે એક જ વિકલ્પ બચ્યો હતો. તે ડિજિટલ ઓટીટી અને પે પર વ્યુ મોડેલ પર ફિલ્મને રજૂ કરવી. છેવટે ઝી ગ્રુપ અને સલમાનખાન પ્રોડકશને સોલો ડિજિટલ રિલિઝ કરવા માટે સોદો કર્યો હતો.

પણ સરવાળે આ સોદો ખોટનો પુરવાર થયો છે. નબળી પટકથા એકશન અને ડાન્સ-ગીત વચ્ચેની અટવાઇ રહે છે જ્યારે સલમાન સિવાય બીજા પાત્ર શોભાના ગાંઠિયા સમાન પુરવાર થયા છે. ફિલ્મ ડિજિટલી રિલિઝ થઇ છે એટલે બોક્સ ઓફિસના આંકડા રજૂ થવાના નથી નહીં તો ઓર નાલેશી થાત. બ્રાન્ડ સલમાનને ટકાવવા માટે હવે ખરેખર એક હીટ ફિલ્મની અને તેને પણ થિયેટરમાં રજૂ કરીને હીટ પુરવાર કરવાની તાતી જરૂર છે.

ફિલ્મ ઇન્ટરનેટ પર લીક થઇ જતાં સલમાન ધૂંધવાયો

 

Leave a reply:

Your email address will not be published.

Site Footer