રાજસ્થાન રાજ્યમાં આવેલું અરવલ્લી પર્વત વચ્ચે બનાસ નદીના કાંઠે વસેલું નાથદ્વારા ગામ વૈષ્ણવો માટેનું સૌથી મોટુ તિર્થ છે. પુષ્ટિ માર્ગના શ્રી ઠાકોરજી- શ્રીનાથજી બિરાજે છે. ઉદયાપુરથી ૫૫ કિ.મી. ઉત્તરમાં આવેલું આ ગામ બારે માસ વૈષ્ણવોથી ધમધમતુ હોય છે. નાથજી શ્રીજીબાવા વ્રજમાં શ્રી ગિરિરાજ ઉપર હવેલીમાં બિરાજતા હતા. શ્રી નાથજીએ ડાકોરના બોડાણાને ડાકોર આવવાનું વચન આપ્યું હતું તેમ વૈષ્ણવ ભગવદીપ શ્રી અજબકુંવર બાઈને વચન આપ્યું હતું. કે તેઓ એના પધારીને બિરાજશે વ્રજમાં ૧૭૪ વર્ષ બિરાજ્યા પછી વ્રજ છોડવા બહાનું કાઢીને મેવાડ આજના નાથ દ્વારામાં આવ્યા.
આ કાફલો આજના નાથ દ્વારા માં સ્વત: રોકાઈ ગયો. આ જોઈ તિલકાયતશ્રીએ નક્કી કર્યું કે શ્રી નાથજીને અહીં જ બિરાજવું છે શ્રી નાથજી નાથદ્વારા ઇ.સ.૧૬૭૧માં પધાર્યા. ૧૮૦૩માં ઇન્દોરનો રાજા હાલકર નાથદ્વારા લુંટવાની આકાંક્ષાથી સૈન્ય સાથે આવ્યો હતો. આથી ત્યાના તિલકાયત શ્રીએ એક વર્ષ શ્રી નાથજીને ઘસ્પાડ પધરાવ્યા હતા. તે સ્થળ આજે પણ છે.શ્રી નાથદ્વારા, દિવ્ય છે. પ્રભુની મોહક મૂર્તિ દર્શન કરનારને આનંદ આપે છે. વિશ્વ ભરમાંથી માણસો આવે છે. વાર- તહેવારે અન્નકુટ- હોળીએ લાખો વૈષ્ણવો આવે છે. શ્રીજી બાવાના દર્શનથી મનના મનોરથો પુણ થાય છે. પ્રભુએ અનેકોના ચમત્કારીક કાર્ય પાર પાડયાં છે.
અહી બધા સ્થળોનો અનેરો ઇતિહાસ છે. વૈષ્ણવો ગોવર્ધન પૂજાના ચોકથી દંડવત્ પ્રણામ કરી શ્રી નવનીત પ્રિયાના બગીચામાંથી થઈ પંખા ગલી, આડી ગલી, માલા ગલી , અનાર ચોક, કમળ ચોક થઈ પુરી પરિક્રમા કરે છે. શ્રીનાથજીના મંદિર ઉપર નળિયાનું છાંપરું છે. આ છાપરાવાળી કોટડી જ અજબ કુંવર બાઈનું અસલ મકાન હતું. શ્રીજીબાવા અહીં કુંવરબાઈ સાથે ચોપાટ ખેલવા આવતા હતા. આ છાપરા ઉપર સિંટોની વચ્ચે બે કલશ છે. કલશના ઉપર સુદર્શન ચક્ર છે. વૈષ્ણવો આ ચક્રની પૂજા કરે છે. માન્યતા મુજબ આ ચક્રની પૂજા કરવાથી મનની ઇચ્છા પુણ થાય છે. ચંદ્રની ઉપર સાત જુદા જુદા રંગની ધજા લહેરાય છે.
આ ધ્વજાને વૈષ્ણવો શ્રી નાથજીના ભાવથી પોતાના શહેરમાં પધરાવે છે. શ્રી કૃષ્ણ પ્રભુ પોતાની ઇચ્છાથી જ શ્રી નાથજી સ્વરૂપે પ્રકટ થયા છે. સ્વરૂપ કોઈ શિલ્પકારે બનાવ્યું નથી. વિ.સ. ૧૭૨૮ થી શ્રી નાથજી નાથ દ્વારામાં બિરાજે છે. નાથદ્વારાની આસપાસ લાલ બાગ, કાંકરોલી એકલીંગજી શામળાજી ઋષભદેવજી, ધસ્યાડ ખીમનૌર, હલ્દીઘાટી, ચારભુંજાજી કુંભલ ગઢ છે. નાથ દ્વારા મંદિરની ગૌશાળા દર્શનીય છે.