શ્રી રામની પતંગ જયારે ઇન્દ્રલોક પહોચી ત્યારે થયું કંઇક આવું, જાણો અહી…

પ્રસિદ્ધ ધાર્મિક ગ્રંથ ‘રામચરિત માનસ’ ના આધાર પર શ્રીરામ એ એમના ભાઈઓ ની સાથે પતંગ ઉડાવી હતી. આ સંદર્ભ માં ‘બાલકાંડ’ માં ઉલ્લેખ મળે છે.

राम इक दिन चंग उड़ाई।

इन्द्रलोक में पहुंची जाई।।

ખુબ જ મોટો રોચક પ્રસંગ છે. પંપાપુરથી  હનુમાનજી ને બોલાવવામાં આવ્યા હતા, ત્યારે હનુમાનજી બાળરૂપ માં હતા. જયારે તે આવ્યા, ત્યારે ‘ મકર સંક્રાતિ ‘ નો તહેવાર હતો. શ્રીરામ ભાઈઓ અને મિત્ર મંડળી સાથે તે પતંગ ઉડાવવા લાગ્યા. કહેવાય છે કે તે પતંગ ઉડતા ઉડતા દેવલોક સુધી પહોંચી ગઈ. એ પતંગ ને જોઇને ઇન્દ્ર ના પુત્ર જયંત ની પત્ની ખુબ આકર્ષિત થઇ ગઈ. તે આ પતંગ અને પતંગ ઉડાવવા વાળા પ્રતિ વિચારવા લાગી.

जासु चंग अस सुन्दरताई।

सो पुरुष जग में अधिकाई।।

આ ભાવ ને મન માં આવતા જ એને પતંગ ને પકડી લીધો અને વિચારવા લાગી કે પતંગ ઉડાવવા વાળા એમની પતંગ લેવા માટે જરૂર આવશે. તે પ્રતીક્ષા કરવા લાગી. ત્યાં પતંગ પકડવા ના કારણે પતંગ જોવા ન મળી, ત્યારે બાળક શ્રીરામ એ બાળ હનુમાન ને પતંગ શોધવા માટે મોકલ્યા.

પવનપુત્ર હનુમાન આકાશ માં ઉડતા ઉડતા ઇન્દ્રલોક માં પહોંચી ગયા.ત્યાં જઈને એમણે જોયું તો એક સ્ત્રી એ પતંગ ને એમના હાથ માં પકડેલી છે. હનુમાન એ પતંગ ની સ્ત્રી પાસેથી માંગણી કરી.

એ સ્ત્રી એ પૂછ્યું – ‘ આ પતંગ કોની છે ?’

હનુમાનજી એ રામચંદ્રજી નું નામ આપ્યું. એના પર એમણે એના દર્શન કરવાની અભિલાષા પ્રકટ કરી.

હનુમાનજી આ સાંભળીને ફરી વળ્યા અને બધી વાત શ્રીરામ ને સંભળાવી. શ્રીરામ એ આ સાંભળીને હનુમાનજી ને ફરીથી મોકલ્યા કે તે એને ચિત્રકૂટ માં જરૂર દર્શન આપશે. હનુમાનજી એ આ જવાબ જયંત ની પત્ની ને સંભળાવ્યો જે સાંભળીને જયંત ની પત્ની એ પતંગ આપી દીધી.

तिन तब सुनत तुरंत ही, दीन्ही छोड़ पतंग।

खेंच लइ प्रभु बेग ही, खेलत बालक संग।।

Leave a reply:

Your email address will not be published.

Site Footer