કેવી રીતે શુક્રાચાર્યને મળ્યું શિવ પુત્ર હોવાનું સન્માન ?

હિંદૂ ધર્મની માનીએ તો શુક્રાચાર્ચ દૈત્યો એટલે કે રાક્ષસોના ગુરુ હતા. શુક્રાચાર્ય ભૃગુ મહર્ષિના પુત્ર હતા પરંતુ દંતકથાઓ અનુસાર તેમને ભગવાન શંકરના પુત્ર હોવાનું સન્માન પ્રાપ્ત થયું હતું. આ સન્માન શુક્રાચાર્યને કેવી રીતે મળ્યું તેની પાછળ એક કથા પ્રચલિત છે. આજે આ પ્રચલિત કથા વિશે અહીં જણાવાયું છે.

 

ધાર્મિક કથાઓ અનુસાર શુક્રાચાર્યએ છલ કરીને એકવાર કુબેરની બધી જ સંપત્તિ જપ્ત કરી લીધી હતી. જ્યારે કુબેરને આ વાતની જાણ થઈ તો તેમણે ભગવાન શંકરને આ વાત જણાવી. શુક્રાચાર્યને જ્યારે જાણ થઈ કે તેમના કૃત્યની ફરિયાદ કુબેરે શિવજીને કરી છે તો તે ગભરાયા અને શિવજીના ક્રોધથી બચવા માટે જંગલમાં છુપાઈ ગયા. પરંતુ તેમ છતાં તે શિવજીના ક્રોધથી બચી ન શક્યા અને તેમને શિવજી સમક્ષ આવવું પડ્યું.

 

શુક્રાચાર્ય જ્યારે શિવજીની નજર સમક્ષ આવ્યા તો ક્રોધના કારણે ભગવાન શુક્રાયાર્યને ગળી ગયા. શિવજીના દેહમાં શુક્રાચાર્યનો જીવ મુંઝાવા લાગ્યો પરંતુ શિવજી ક્રોધિત હતા તેથી તેમને બહાર ન કાઢ્યા. અંતે શુક્રાચાર્ય શિવજીના મૂત્ર દ્વારા બહાર નીકળ્યા. આ ઘટનાના કારણે શુક્રાચાર્ય શિવજીના પુત્ર સમાન ગણાવા લાગ્યા.

શિવજી તેમ છતાં શુક્રાચાર્ય પર ક્રોધિત હતા અને તેને સજા આપવા જઈ રહ્યા હતા ત્યારે માતા પાર્વતીએ તેમને અટકાવ્યા અને શુક્રાચાર્યને માફ કરવા કહ્યું. શુક્રાચાર્યએ શિવ-પાર્વતીની માફી માંગી.

 

Leave a reply:

Your email address will not be published.

Site Footer