શુક્રાચાર્યની એવી વાતો જેને અપનાવીને મનુષ્ય પોતાની જીંદગી બદલી શકે છે, ક્યારેય નહિ આવે કોઈ સમસ્યા 

જેવી રીતે દેવતાઓના ગુરુ બૃહસ્પતિ છે તેવી જ રીતે દેત્યોના ગુરુ પણ છે અને તેનું નામ શુક્રાચાર્ય છે. તે બંને ભગવાન બ્રહ્માના વંશજ છે, આમતો દેત્યોની કોઈ વાત સારી ના હતી પરંતુ દેત્યોના ગુરુ શંકરાચાર્ય એક ખુબજ સારા મેનેજમેન્ટ ગુરુ હતા.

તેમના દ્વારા એક નીતિ ગ્રંથની રચના પણ કરવામાં આવી હતી જેને શુક્ર નીતિના નામથી ઓળખવામાં આવે છે, શુક્રાચાર્યએ એવી ઘણી બધી વાતો નો ઉલ્લેખ કર્યો છે, જેને આપણે અપનાવીએ તો આપણા જીવનમાં કોઈ પરેશાની કે મુશ્કેલી નથી આવતી.

અને આપણે હંમેશા ખુશ રહીએ છીએ. ચાલો જાણીએ શુક્રાચાર્યની કેટલીક ચાર એવી વાતો જેને અપનાવીને મનુષ્ય પોતાની જિંદગી બદલી શકે છે. ગુરુ શુક્રાચાર્યએ જણાવ્યું હતું કે કોઈના પર પણ વધારે પડતો વિશ્વાસ ક્યારેય ના કરવો જોઈએ કારણ કે ઇન્સાન ક્યારે કોઈને દગો આપે એ કહેવું ખુબજ મુશ્કેલ છે.

તેથી પોતાની જાત ને હંમેશા બચાવવી જોઈએ. જીવન માં ભૂલથી પણ ક્યારેય અન્નનું અપમાન ના કરવું જોઈએ, અન્ન થી જ મનુષ્ય જીવિત છે  અને તેનાથી જ હંમેશા મનુષ્યના જીવનનો ગુજારો થઇ શકે છે.

તેથી અન્નનું અપમાન ક્યારેય ના કરવું જોઈએ. આવતી કાલનું વિચારવું જરૂર જોઈએ પરંતુ આજનું કાર્ય આવતી કાલ પર ક્યારેય ના છોડવું જોઈએ, જે કાર્ય કરવાનું હોય તે આજેજ પૂરું કરવું જોઈએ

અને જીવનમાં ક્યારેય આળસ ના કરવી જોઈએ. કોઈ પણ અજાણી વ્યક્તિ વિશે જાણ્યા વિચાર્યા વિના તેની સાથે મિત્રતા ના કરવી જોઈએ. કારણ કે મિત્રના રૂપમાં શત્રુ પણ તમારી સાથે મળી શકે છે. અને પછી તમારું નુકશાન કરી શકે છે.

Leave a reply:

Your email address will not be published.

Site Footer