શું તમે જાણો છો સિદ્ધપુર તીર્થનું મહત્વ અને ઈતિહાસ?

કૈલાશ માનસરોવર, નારાયણ સરોવર, પુષ્કર સરોવર, પંપા સરોવર સિવાય પાંચમું બિંદુ સરોવર અમદાવાદ થી ૧૩૦ કિલોમીટર ઉત્તર માં અવસ્થિત ઐતિહાસિક સિદ્ધપુર માં આવેલું છે. આ સ્થળ નું વર્ણન ઋગ્વેદ ની ઋચાઓ માં મળે છે જેમાં એને સરસ્વતી અને ગંગા ના મધ્ય અવસ્થિત બતાવવા માં આવ્યા છે. સંભાવના છે કે સરસ્વતી અને ગંગા ની અન્ય નાની ધારાઓ પશ્ચિમ તરફ નીકળશે. આ સરોવર નો ઉલ્લેખ રામાયણ અને મહાભારત માં મળે છે. એનું પ્રાચીન નામ શ્રી સ્થળ છે. આ ક્ષેત્ર પ્રાચીન કામ્યક્વન માં પડે છે. મહર્ષિ કર્દમ નો આશ્રમ ત્યાં જ હતો. અહી ભગવાન કપિલ નો અવતાર થયો હતો.

બિંદુ સરોવર ૫ પવિત્ર સરોવર માંથી એક છે, જે કપીલજી ના પિતા કર્દમ ઋષિ નો આશ્રમ હતો અને આ સ્થાન પર કર્દમ ઋષિ એ ૧૦૦૦૦ વર્ષ સુધી તપ કર્યું હતું. કપિલજી નો આશ્રમ સરસ્વતી નદી ના તટ પર બિંદુ સરોવર પર હતો, જે આજે પણ તીર્થ છે. કપિલ મુની સાંખ્ય દર્શન ના પ્રણેતા અને ભગવાન વિષ્ણુ ના અવતાર છે. બિંદુ સરોવર જતા સમયે માર્ગમાં ગોવિંદ જી અને માધવજી ના મંદિર આવે છે. બિંદુ સરોવર લગભગ ૪૦ ફૂટ ચકોર એક કુંડ છે. એની ચારેય બાજુ પાક્કા ઘાટ બનેલા છે. યાત્રી બિંદુ સરોવર માં સ્નાન કરીને માતૃશ્રાદ્ધ કરે છે.

બિંદુ સરોવર ની ધાર્મિક પૃષ્ઠભુમી :કહેવામાં આવે છે કે અહી કોઈ કલ્પ માં દેવતા અને અસુરો એ સમુદ્ર મંથન કર્યું હતું અને અહી લક્ષ્મીજી નો પ્રાદુર્ભાવ થયો હતો. ભગવાન નારાયણ લક્ષ્મીજી ની સાથે અહી સ્થિત થયા. જેના કારણે આ શ્રી સ્થળ ના નામે ઓળખાવવા લાગ્યું. સરસ્વતીના તટ પર જ પ્રથમ સતયુગ માં મહર્ષિ કર્દમ નો આશ્રમ હતો. કર્દમજી એ દીર્ઘકાલ સુધી અહી તપસ્યા કરી. એ તપસ્યાથી પ્રસન્ન થઈને ભગવાન નારાયણ પ્રગટ થયા.

મહર્ષિ કર્દમ પર અત્યંત કૃપા ના કારણે ભગવાન ના નેત્રો થી અમુક આંસુ- બિંદુ પડ્યા, જેના કારણે આ બિંદુ સ્થળ તીર્થ બની ગયું. સ્વામ્ભુવ મનુ એ આ આશ્રમ માં આવીને એની કન્યા દેવહુતિ ને મહર્ષિ કર્દમ ને અર્પિત કરી.આ જ દેવહુતિ થી ભગવાન કપિલ નો અવતાર થયો. ભગવાન કપિલે અહી માતા દેવહુતિ જ્ઞાનોપદેશ આપ્યો હતો. કહેવામાં આવે છે કે બ્રહ્મા ની અલ્પા નામની એક પુત્રી માતા દેવહુતિ ની સેવા કરતી હતી. એણે પણ માતા ની સાથે ભગવાન કપિલ નો જ્ઞાનોપદેશ સાંભળ્યું હતું, જેના કારણે એનું શરીર પણ દ્રવિત થઈને અલ્પ સરોવર બની ગયું. અહી બિંદુ સરોવર અને અલ્પ સરોવર માં સ્નાન કરવાથી પાપ મુક્ત થઇ શકાય છે.

સરસ્વતી નદી :સિદ્ધપુર તીર્થ નું એક મુખ્ય આકર્ષણ સરસ્વતી નદી છે. યાત્રી પહેલા સરસ્વતી નદી માં સ્નાન કરે છે. સરસ્વતી સમુદ્ર માં નથી મળતી, કચ્છ  ની મરુભૂમિ માં લુપ્ત થઇ જાય છે. એટલા માટે તે કુમારિકા માનવામાં આવે છે. નદી ના કિનારા પર પાક્કા ઘાટ છે. સાથે જ સરસ્વતી જી નું મંદિર છે, પરતું સરસ્વતી માં જળ થોડું જ રહે છે. ઘાટ થી ધારા થોડી દુર રહે છે. સરસ્વતી ના કિનારા પર એક પીપળ નું વૃક્ષ છે.

નદીના કિનારા પર બ્રહ્માંડેશ્વર શિવ મંદિર છે. યાત્રી અહી માતૃશ્રાદ્ધ કરે છે. બિંદુ સરોવર થી આગળ જઈએ તો સરસ્વતી નદી નો કિનારો મળે છે. આજે આ નદી સુકી છે. અમદાવાદ માં સાબરમતી વોટર ફ્રન્ટ ના તર્જ પર વર્તમાન સરકારે અહી પણ વોટર ફ્રંટ બનાવવા નું કાર્યક્રમ ચાલુ કર્યું છે અને લાગે છે આવતા વર્ષો માં નદી તળિયા ને સાફ કરી ને એમાં ફરીથી જળ પ્રવાહિત કરી દેવામાં આવશે. એક ઐતિહાસિક નદી, જે કાલ ના ગર્ભ માં ખોવાઈ ગઈ હતી એને પુનર્જીવિત કરવાનું વર્તમાન મોદી સરકાર નો આ પ્રયાસ વાસ્તવ માં પ્રશંસનીય છે.

અન્ય સરોવર :એ સિવાય અમૃત સરોવર (કર્નાટક ના નંદી હિલ્સ પર), કપિલ સરોવર (રાજસ્થાન- બિકાનેર), કુસુમ સરોવર (મથુરા- ગોવર્ધન), નલ સરોવર (ગુજરાત- અમદાવાદ અભયારણ્ય માં), લોણાસ સરોવર (મહારાષ્ટ્ર- બુલઢાણા જીલ્લો), કૃષ્ણ સરોવર, રામ સરોવર, શુદ્ધ સરોવર વગેરે અનેક સરોવર છે જેના પુરાણોમાં ઉલ્લેખ મળે છે.

Leave a reply:

Your email address will not be published.

Site Footer