સરકાર નો યુ-ટર્ન; ધોરણ 12 ની પરીક્ષા રદ કરી. . 24 કલાક પહેલાં પરીક્ષા લેવાનો કર્યો હતો નિર્ણય

રાજ્ય સરકાર દ્વારા તાજેતરમાં જ ધોરણ 12 ના વિદ્યાર્થીઓનો પરીક્ષાનું ટાઈમટેબલ જાહેર કરાયું હતું. પરંતુ ત્યાર બાદ કેન્દ્ર સરકારે cbse બોર્ડની ધોરણ 12 ની પરીક્ષા મોકૂફ રાખી હતી.

જેને પગલે વિદ્યાર્થીઓ અને વાલી મંડળ દ્વારા લોકોને સરકારશ્રીને એવી રજૂઆત કરવામાં આવી હતીકે ગુજરાતમાં પણ ધોરણ 12 ના વિદ્યાર્થીઓને પરીક્ષા મોકૂફ રાખવામાં આવે.

તો આજે ગુજરાત બોર્ડની પણ ધોરણ 12 ની પરીક્ષા રદ કરવા અંગે નિર્ણય જાહેર કરવામાં આવ્યો છે cbse બોર્ડની ધોરણ 12 ની પરીક્ષા રદ થયા બાદ ગુજરાત સરકારે પણ તાત્કાલિક ધોરણે બેઠક બોલાવીને આ અંગેનો નિર્ણય લીધો.

તે માટે વિચારણા કરી હતી આ વિચારણાને અંતે રાજ્ય સરકારે સત્તાવાર માહિતી આપી છે કે ગુજરાતમાં કોરોનાની મહામારી ધ્યાનમાં રાખીને ધોરણ ૧૨ની પરીક્ષાઓ પણ રદ કરવામાં આવશે.

ધોરણ-12ના બોર્ડની પરીક્ષા આપનાર 18 વર્ષથી વધુ વયના તમામ વિદ્યાર્થીઓને વેક્સીન આપવા અંગે વિચારણા કરી રહી હતી અને આ હેતુસર વેક્સીનેશન ઝૂંબેશ હાથ ધરવામાં આવશે તેવી માહિતી પણ સામે આવી હતી. વેક્સીનેશન ઝૂંબેશ હેઠળ ધોરણ-12 અને ધોરણ-10ની પરીક્ષામાં રીપીટ થનાર 10 લાખ વિદ્યાર્થીઓ પૈકી 6 લાખ વિદ્યાર્થીઓને આવરી લેવામાં આવશે તેવી વાત હતી.

શિક્ષણ વિભાગે છ લાખ વિદ્યાર્થીઓને લેખિત પરીક્ષા 1 જુલાઈથી લેવાનું નક્કી કર્યું હતું .જેમાં ૧૨ સાયન્સના કુલ એક લાખ ચાલીસ હજાર અને 5 લાખ વિદ્યાર્થીઓ સામાન્ય પ્રવાહના છે. સરકારે આપેલા આદેશ મુજબ તમામ પરીક્ષા કોરોના guideline નું પાલન કરીને લેવામાં આવવાની હતી હાલ જે મોકૂફ રાખવામાં આવી છે.

પરીક્ષા 1 જુલાઈ ચાલુ થવાની હતી અને 16 જુલાઈ એ પૂરી થવાની હતી. સાયન્સમાં પહેલું પેપર ફિઝિક્સનું જ્યારે સામાન્યપ્રવાહમાં પહેલું પેપર એકાઉન્ટનું હતું.

બંને પ્રવાહની પરીક્ષા નો સમય ત્રણ કલાકનો હતો. સાયન્સના સો માર્કસના પેપરમાં 50 માર્કના એમસીક્યુ અને 50 માર્કસના થિયરીઓ હશે.

Leave a reply:

Your email address will not be published.

Site Footer