મહાભારતમાં જણાવ્યું છે કે સુખ હોય કે દુઃખ દરેક પરિસ્થિતિમાં પ્રસન્ન રહેવું જોઈએ તો જ સફળતા મળે છે

મહાભારતની એક નીતિમાં જણાવ્યું છે કે આપણે દરેક પરિસ્થિતિમાં પ્રસન્ન રહેવું જોઈએ. સુખ આવે કે દુઃખ, દરેક પરિસ્થિતિમાં સમભાવ રાખવો જોઈએ તો જ જીવન સફળ બની શકે છે. મહાભારતના આદિપર્વમાં લખ્યું છે-

दु:खैर्न तप्येन्न सुखै: प्रह्रष्येत् समेन वर्तेत सदैव धीर:।
दिष्टं बलीय इति मन्यमानो न संज्वरेन्नापि ह्रष्येत् कथंचित्।।


આ શ્લોક પ્રમાણે આપણે ખરાબ સમયમાં અર્થાત્ કપરી સ્થિતિ વખતે દુઃખી ન થવું જોઈએ. જ્યારે સુખના દિવસો હોય છે ત્યારે આપણે વધુ ખુશ ન થવું જોઈએ. સુખ હોય કે દુઃખ, આપણે દરેક પરિસ્થિતિમાં પ્રસન્ન રહેવું જોઈએ. દુઃખો અને સુખ માટે સમભાવ રાખવો જોઈએ. જે લોકો આ નીતિનું પાલન કરે છે, તેમનું જીવન સફળ બની શકે છે. જ્યારે આ નીતિનું મહત્વ બતાવતી એક જાણીતી લોક કથા છે-

કથા પ્રમાણે એક આશ્રમમાં કોઈ વ્યક્તિએ ગાયનું દાન કર્યું. શિષ્ય ખૂબ જ ખુશ થયો. તેને પોતાના ગુરુએ આ વાત જણાવી તો ગુરુએ તેને કહ્યું કે ચાલો સારું થયું કે હવે આપણે રોજ તાજુ દૂધ મળશે. થોડા દિવસ સુધી તો ગુરુ-શિષ્યએ રોજ તાજુ દૂધ મળ્યું, પરંતુ એક દિવસ તે દાની વ્યક્તિ આશ્રમમાં આવ્યો અને પોતાની ગાયને પાછો લઈ ગયો.

આ જોઈને શિષ્ય દુઃખી થઈ ગયો. તેને ગુરુને દુઃખી થતાં કહ્યું કે ગુરુજી તે વ્યક્તિ ગાયને પાછો લઈ ગયો છે. ગુરુએ જવાબ આપતા કહ્યું કે ચાલો સારું થયું, હવે ગાયનું છાણ અને ગંદકી સાફ નહીં કરવી પડે. આ સાંભળીને શિષ્યએ પૂછ્યું કે ગુરુજી તમને આ વાતથી દુઃખી નથી કે હવે આપણને તાજુ દૂધ નહીં મળે.

ગુરુજીએ જવાબ આપ્યો કે આપણે દરેક પરિસ્થિતિમાં સમભાવ રહેવું જોઈએ. આ જ સફલ જીવનનો મૂળ મંત્ર છે. જ્યારે આપણને ગાય મળી ત્યારે આપણે ખૂબ જ વધુ ખુશ થયા ન હતા અને હવે જ્યારે ગાય ચાલી ગઈ છે ત્યારે આપણે બિલકુલ પણ દુઃખી ન થવું જોઈએ.

Leave a reply:

Your email address will not be published.

Site Footer