રામાયણ પર દુનિયાભરના વિદ્વાનો અધ્યયન કરી રહ્યા છે. ઘણી બધી રામાયણો છે તેમાંથી અદભુદ રામાયણમાં રાવણ અને સીતા નો સબંધ પિતા પુત્રી નો દર્શાવે છે. જો કે વાલ્મીકી રામાયણ આના પર કોઈ પ્રકારની સચ્ચાઈ નથી દર્શાવતા.
ચાલો જાણીએ કેવી રીતે સીતાને રાવણ ની પુત્રી દર્શાવી છે :
એક વાર એક બ્રહ્માન પોતાની પુત્રીના રૂપમાં લક્ષ્મીને પામવા માટે પૂજા અર્ચના કરી રહ્યા હતા. તે દરરોજ પૂજા અર્ચના બાદ મંત્રોચ્ચાર કરેલ દુધની કેટલીક બુંદ એક લોટામાં નાખતા હતા. એક વાર એ ઋષિ ત્યાં નથી હોતા અને એ સમયે ત્યાં રાવણ આવી જાય છે. અને એ ઋષિઓનો વધ કરી તે લોટમાં એમનું લોહી નાખી એ લંકા લઇ આવે છે. અને આ લોટમાં તીક્ષ્ણ વિશ છે એમ કહી એ મંદોદરી ને આપે છે.
થોડા સમય પછી ફરી રાવણ વિહાર કરવા નીકળે છે. અને તેની પત્ની મંદોદરી તેની કોઈ વાત થી ખુબજ દુખી હોય છે. અને પોતાની આત્મ હત્યા માટે એ કાળાશ માંથી ઝેર પીવે છે. પરંતુ એ વર્દાની કળશ હોવાથી એ મરવાની બદલે ગર્ભવતી બની જાય છે. રાવણ ની ગેરહાઝ્રીમાં આ રીતે ગર્ભવતી થવું એ રાવણ ના ક્રોધને જગાવ્નારું હતું.
એ વિચારીને એ પણ તીર્થ યાત્રા ના બહાને કુરુક્ષેત્ર માં આવી જાય છે. અને પોતાના ગર્ભને કાઢીને ધરતીમાં દફનાવી દે છે. અને પાછી લંકા આવી જાય છે. સમય જટા આ ભ્રૂણ પરિપક્વ થઇ જાય છે. એક વાર મીથીલાના રાજા જયારે આં જમીન પર હળ ચલાવે છે ત્યારે તેને જમીન માંથી આ પુત્રી મળે છે. જે જનક નંદીની કહેવાય છે. આ કથા અનુસાર સીતાની માતા એટલે રાવણ ની પત્ની મંદોદરી જ થઇ. જો કે મુખ્ય પ્રમાણિક ગ્રંથ આ વાત ને સાચી નથી માનતા.