સુરત 15 દિવસમાં બની જશે કોરોના હબ? નામચીન તબીબે આપી મોટી ચેતવણી, 4 ડિજિટમાં આવશે રોજના કેસ….

સુરતમાં વધતાં કોરોના કેસથી તંત્ર એલર્ટ થયુ છે. જેમાં સિવિલ હોસ્પિટલમાં તાત્કાલિક ધોરણે 1000 બેડની તૈયારી કરવામાં આવી છે. તથા 120 બેડનો ICU વોર્ડ પણ તૈયાર કરી દેવાયો છે. તેમજ સિટીમાં છેલ્લા છ દિવસમાં કોરોનાના 103 દર્દી ઝપેટમાં આવ્યા છે બીજી બાજુ કોરોનાને લઈને સુરતીવાસીઓ માટે ચેતવણી છે.

કોરોનાને લઈ સુરતના નામચીન તબીબ સમીર ગામીએ વોરનીંગ આપી છે. કોરોનાને લઈ સુરતના નામચીન તબીબ સમીર ગામીએ ચેતવણી આપતા કરતા જણાવ્યું છે કે આગામી મહિનામાં શહેરમાં કોરોનામાં ભેરાઇ જશે.

જેના કારણે સુરતમાં દરરોજ ના કેસના આંકડા 4 ડિજિટમાં આવશે. જેથી તેમણે સિનિયર સિટીઝનોને બુસ્ટર ડોઝ લેવા વિનંતી કરી છે. એટલું જ નહીં લોકોને પણ વેકસીનના બન્ને ડોઝ લઈ લેવા અપીલ કરાઈ છે.

હાલ થર્ટી ફર્સ્ટ આવી રહી છે, જેના કારણે તેમણે લોકોને કોરોનાની ગાઈડલાઈનનું ચુસ્તપણે પાલન કરવા જણાવ્યું છે. ક્રિસમસની ભીડની અસર 15 દિવસ બાદ કોરોના કેસમાં જોવા મળશે.

જેથી સુરતમાં આગામી 15 દિવસ ખુબ જ મહત્ત્વપૂર્ણ બની રહેવાના છે, કારણ કે જો લોકો ન સમજ્યા અને નિયમોનું પાલન ન કર્યું તો આવનારા 15 દિવસમાં શહેરમાં કોરોનામાં ભેરાઇ જશે. દેશમાં કોરોનાના કેસ ફરી ઝડપથી વધી રહ્યા છે. મંગળવારે કોરોનાના 6358 નવા કેસ નોંધાયા છે.

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર, છેલ્લા 24 કલાકમાં 6450 લોકો કોરોનામાંથી સ્વસ્થ થઈને ઘરે પરત ફર્યા છે. તે જ સમયે, દેશભરમાં કોરોનાના 75,456 સક્રિય કેસ છે. રાહતની વાત એ છે કે આમાંથી 98.40 ટકા લોકો સ્વસ્થ થઈને પોતાના ઘરે પરત ફરી રહ્યા છે.

Leave a reply:

Your email address will not be published.

Site Footer