ગુજરાતમાં વધુ એક લવ જેહાદની ઘટના પ્રકાશમાં આવી છે. અમદાવાદના વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં ૧૧ ડિસેમ્બરે હિમાલયા મોલ પાસેથી સગીરા ગુમ થયાની ફરિયાદ દાખલ થઇ હતી.
પોલીસે તપાસ કરતા સગીરાને મુસ્લિમ યુવક લગ્નની લાલચ આપી ભગાડી ગયો હોવાની જાણ થઈ. વસ્ત્રાપુર પોલીસે આરોપીની ધરપકડ કરી ગુજરાત ધર્મ સ્વતંત્ર અધિનિયમ ૨૦૨૧ અને પોક્ષો એકટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
આરોપીનું નામ છે રિયાઝ મેમણ છે. આરોપી પાલનપુરનો રહેવાસી છે. આરોપી રિયાઝે અને સગીરા 2019 માં ઈન્સ્ટાગ્રામથી સંપર્કમાં આવ્યા હતા. જોકે રિયાઝ મેમણે કબીર ખાન નામે એકાઉન્ટ બનાવ્યું હતું.
આરોપી અને સગીરાને મળવા માટે પાલનપુરથી અમદાવાદ આવતો હતો. ૧૧મી ડિસેમ્બરે આરોપીએ સગીરાને લગ્નની લાલચ આપી જયપુર લઈ જઈ સગીરાનું પરાણે ધર્મ પરિવર્તન કરાવ્યું હતું. પછી અલગ અલગ જગ્યાએ લઈ જઈ યુવતી પર બળાત્કાર ગુજાર્યો હતો.
આરોપીએ સગીરાને જયપુર ખાતે લઈ જઈ જબરજસ્તી ધર્મ પરિવર્તન કરાવ્યું હતું. આરોપીના આ અગાઉ પણ એક લગ્ન થયા હોવાની પણ પોલીસ તપાસમાં સામે આવી છે. આ હિન્દુ યુવતી સાથે બીજા લગ્ન કર્યા હતા. સગીરાને પણ જાણ ન હતી કે રિયાઝ મેમણે અગાઉ મુસ્લિમ યુવતી સાથે લગ્ન કરેલ છે અને આ તેના બીજા લગ્ન છે.