સચિન-હજીરા હાઇવે પર ગભેણી ચાર રસ્તા પાસે રોંગ સાઇડ આવી રહેલા સાઇકલ સવાર શ્રમજીવીને ટ્રાફિક પોલીસે એમવી એક્ટ હેઠળ ફટકારવામાં આવેલો કોર્ટ મેમો સોશ્યિલ મિડીયામાં વાઇરલ થયો હતો.
પોલીસ આ રીતે સાઈકલ ચાલકનો મેમો ફાડી ન શકે, તેમ છતાં સુરત સચિન વિસ્તારમાં પોલીસે સાઈકલ ચાલકનો રોંગસાઈડમાં આવવાના ગુના હેઠળ મેમો ફટકારવામાં આવ્યો.
એસીપી એચ.ડી. મેવાડાએ જણાવ્યું હતું કે આજે સવારથી બે અલગ-અલગ ટીમ બનાવી સ્પેશ્યિલ ડ્રાઇવનું આયોજન કર્યુ હતું.સચિન ઇન્ડસ્ટ્રીયલમાં સંચા ખાતામાં નોકરી માટે સાઇકલ પર જતાં રાજબહાદુર યાદવને (46,રહે પાંડેસરા હાઉસિંગ બોર્ડ)પોલીસે ગુરુવારે સવારે સચિન નોટીફાઈડ વિસ્તાર પાસે ઉભા રાખ્યા હતા.
જોકે આ મેમોમાં જીપી એક્ટ 99 અને 117ને બદલે મોટર વેહિકલ એક્ટની કલમ 184નો ઉલ્લેખ કરાયો છે એ યોગ્ય નથી.કર્મચારીથી ભૂલ થઇ છે એમ એસપી એ કહ્યું હતું.
સાઇકલ સવારને કોર્ટ મેમો ફટકારતા સોશ્યિલ મિડીયામાં મેમો સાથે સાઇકલ સવારનો ફોટો વાઇરલ થયો હતો. જેમાં લોકોએ પોલીસની ટીકા કરતા કોમેન્ટ કરી હતી કે સુરત પોલીસ હવે રોંગ સાઇડ સાઇકલ ચલાવનારને દંડ ફટકારશે અને કેટલાકે પોલીસ વિરૂધ્ધ અક્ષોભનીય શબ્દોનો પણ પ્રયોગ કર્યો હતો.