કેટલાક લોકો એવા હોય છે જે વિપરિત કે દુખદ પરિસ્થિતિઓની સામે હાર માની લે છે જ્યારે કેટલાક લોકો ભલે કેટલાય દુ:ખી હોય પરંતુ બહારથી તો હસતા જ હોય છે. કેટલાક લોકોને જોતા જ આપણને એવુ લાગે જાણે તેમની સાથે વાત કરતા જ રહીએ તેઓ એટલી સરળતાથી સામેવાળા સાથે હળી ભળી જાય કે સામેવાળાને તો તેઓ પોતીકા જ લાગે. રાશિઓ પ્રમાણે જાણીએ કોણ પોતાનું દુખ કે સુખ નથી બતાવી શકતા.

૧. કુંભ
(ગ,શ,સ) રાશિ
આ લોકો
પોતે પોતાની સ્થિતિ ન જણાવે ત્યાં સુધી તેમની મનોસ્થિતિ સમજી શકાતી નથી. પોતાના
દુ:ખને તેઓ ઘણી સરળતાથી છુપાવી શકે છે. ચહેરા પર સ્માઇલ એવી રાખે કે જાણી જ ન શકાય
તેમના મનની વાત.

૨. કન્યા
(પ,ઠ,ણ) રાશિ
આ રાશિના
જાતકો પોતાના સૌથી મોટા આલોચક હોય છે. તેઓ હંમેશા પોતાની જાતને છુપાવીને રાખે છે.
આ લોકો ખુશ છે કે દુ:ખી છે તે તેમને મળીને પણ નથી જાણી શકાતું. આ લોકો જલ્દી કોઈની
પર પણ વિશ્વાસ નથી કરતા. સામેવાળાને વાત કરતા ખચકાય છે. કોઈની સામે હાથ લંબાવી નથી
શકતા. મનમાં છુપાવી શકે છે મોટી ગડમથલ.

૩. કર્ક
(ડ,હ) રાશિ
કર્ક
રાશિવાળા જાતકો પોતાનું દુખ છુપાવવમાં માહિર હોય છે. આ રાશિના જાતકો આધ્યાત્મિક ભાવુક અને
સંવેદનશીલ હોય છે. તેઓ સાથીની પસંદગીમાં પણ વાર લગાડે છે. આ લોકો જેને પ્રેમ કરે
છે તેમને દુખી જોઈ નથી શકતા ન તેમનું દુખ કોઈની સાથે શેર કરે છે. એટલે આ લોકો
કોઈપણ પરિસ્થિતિમાં મોં પર હાસ્ય રાખી શકે છે.તેમને જોતા ખબર જ ન પડે કે તેમના પર
કોઈ દુ:ખ દર્દ હશે.

૪. વૃશ્ચિક
(ન,ય) રાશિ
આ રાશિના
જાતકો ઘણાં સામાજીક હોય છે પરંતુ તેમનો વિશ્વાસ જીતતા ઘણી વાર લાગે છે. આ લોકો
પોતાની ખુશીઓ કે દુ:ખ સરળતાથી કોઈની સાથે શેર નથી કરતા.