સુરતના ૪ વર્ષના બાળકને કોરોના થયા વિના જ થયો મ્યુકોરમાઈકોસિસ

તાજેતરમાં જ વિશ્વભરના વૈજ્ઞાનિકો એ જાહેર કરેલી ચેતવણી મુજબ ત્રીજી લહેર બાળકો માટે વધુ ઘાતક ઘાતક સાબિત થઈ શકે છે. જો કોરોના ની ત્રીજી લહેર બાળકોમાં પ્રસરવાની શરૂ થઈ

તો મોટાભાગના બાળકોને આવરી લેશે એવી પણ શંકા દેખાઈ છે. તો આવી જ સ્થિતિ માં કોરોના માંથી સાજા થઇ ગયેલા લોકોને થઈ રહેલી ફંગસ ની બીમારી પણ એક માથાનો દુખાવો બની ગઈ છે.

Mucormycosis એટલે કે બ્લેક ફંગસથી થતો એક રોગ કે ભારતભરમાં કોરોનાથી સાજા થઇ ગયેલા દર્દીઓ માટે ઘાતક સાબિત થઈ રહ્યો છે. આ રોગ ખાસ કરીને વૃદ્ધ લોકોમાં જોવા મળી રહ્યો છે

તેમજ આ રોગની સારવાર પણ તેટલી જ મોંઘી છે. આમાં વ્યક્તિના અમુક ભાગમાં ચેપ લાગી જતાં તેને દૂર કરવા પડે છે. તાજેતરમાં જ સુરતમાં એક વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે

જેમાં માત્ર ચાર વર્ષના બાળકને ફંગસ ચેપ લાગ્યો છે. પરંતુ આ ચેપ black fungus નો છે. ઉપરાંત વધુ મહત્વની બાબત તો એ છે કે આ બાળકને કોરોના પણ થયો ન હતો.

કોરોના વગરના જ આ ચાર વર્ષના બાળકને black fungus ચેપ લાગતાં ડોક્ટરો પણ મોઢામાં આંગળા નાખી ગયા છે. હાલમાં તે સુરત સિવિલ હોસ્પિટલના બાળકોના વોર્ડમાં દાખલ છે અને ડોક્ટરો તેની સારવાર કરી રહ્યા છે.

Leave a reply:

Your email address will not be published.

Site Footer