સૂર્યદેવની પૂજામાં રવિવાર ભાનુ સપ્તમીના રોજ વ્રત કરવાથી દુઃખ, દરિદ્રતા અને રોગોથી મળે છે મુક્તિ…

આપણામાંથી ઘણા લોકો સવારે વહેલા ઉઠીને સૂર્ય નમસ્કાર કરે છે અને એની પૂજા કરે છે.સૂર્યની પૂજા નું ખુબ જ મહત્વ રહેલું છે.કારતક મહિનામાં સૂર્ય પૂજાનું વિશેષ મહત્વ હોય છે. ગ્રંથો પ્રમાણે આ મહિને સૂર્યની ધાતા રૂપમાં પૂજા કરવી જોઈએ. રવિવારે સપ્તમી તિથિ હોવાથી ભાનુ સપ્તમીનો યોગ બની રહ્યો છે, પરંતુ કારતક મહિનામાં છઠ પૂજાના બીજા દિવસે આવો સંયોગ ભાગ્યે જ બનતો હોય છે. આ વખતે સંયોગવશ કારતક મહિનાના શુક્લપક્ષની સપ્તમી ઉપર જ અર્થાત્ 3 નવેમ્બરે રવિવારે યોગ બની રહ્યો છે. તેના એક દિવસ પહેલાં સૂર્યષઠ્ઠી હોવાથી ભાનુ સપ્તમીનું મહત્વ વધી ગયું છે. આ પહેલાં આ સંયોગ ભાનુ સપ્તમીએ 2009 ના રોજ બન્યો હતો જ્યારે શનિવારે છઠ પૂજા અને રવિવારે સપ્તમી હતી. હવે આ્વો સંયોગ 14 વર્ષ પછી 2033 માં બનશે.

વ્રત અને પૂજા

સવારે સૂર્યોદય પહેલાં ઊઠવું અને સ્નાન કરી લેવું. ત્યારબાદ તાંબાના લોટામાં શુદ્ધ જળ ભરવું. તેની સાથે જ લોટામાં લાલ ચંદન, લાલ ફૂલ, અને ચોખા અને થોડા ઘઉંના દાણા નાખી દેવા.

સૂર્યદયના સમયે સૂર્યને આ લોટાનું જળ ચઢાવવું અને ત્યારબાદ સૂર્યને નમસ્કાર કરવ. શક્ય હોય તો આદિત્ય હૃદય સ્ત્રોતનો પણ પાઠ કરવો.

સૂર્યની સામે જ બેસીને દિવસભર વ્રત કરવાનો સંકલ્પ કરવો. શક્ય હોય તો આખો દિવસ તાંબાના વાસણમાં જ પાણી પીવું જોઈએ. અને આખો દિવસ વ્રત રાખવું અને ફળાહારમાં મીઠું ન ખાવું. જો એક સમયે ભોજન કરો તો તેમાં પણ મીઠાનો ઉપયોગ ન કરવો.

સૂર્યને અર્ધ્ય આપ્યા પછી જ શ્રદ્ધાનુસાર ભોજન, વસ્ત્ર કે કોઈપણ ઉપયોગી વસ્તુનું દાન કરવું. ગાયને ઘાસ ખવડાવવું અને અન્ય પશુ-પક્ષીઓને પણ ભોજનની કોઈપણ વસ્તુ આપવી.

વ્રતનું મહત્વ

ભાનુ સપ્તમી ઉપર સૂર્યને જળ ચઢાવવાથી બુદ્ધિનો વિકાસ થાય છે અને માનસિક શાંતિ પ્રાપ્ત થાય છે અને તે વ્યક્તિ ક્યારેય પણ આંધળો, દરિદ્ર, દુઃખી નથી રહેતો. સૂર્યની પૂજા કરવાથી મનુષ્યના બધા રોગ દૂર થઈ જાય છે. ભાનુ સપ્તમીના દિવસે દાન કરવાથી પુણ્ય વધે છે અને લક્ષ્મીજી પણ પ્રસન્ન થાય છે. પૂર્ણ શ્રદ્ધા અને વિશ્વાસની સાથે આ વ્રત કરવાથી પિતા અને પુત્રમાં પ્રેમ ટકી રહે છે. આ દિવસે દીપદાનનું વિશેષ મહત્વ છે અને પોતાના સામર્થ્ય પ્રમાણે ગરીબો અને બ્રાહ્મણોને દાન આપવું જોઈએ.

Leave a reply:

Your email address will not be published.

Site Footer