દરેક લોકોને એકાદશી નું મહત્વ ખબર જ હોય છે. કાલે જ એકાદશી હતી, કાર્તિક શુક્લ એકાદશી ના દિવસે મહારાષ્ટ્ર ના પ્રસિદ્ધ સંત નામદેવ ની જયંતી ઉજવવામાં આવી રહી છે.
નામદેવ ભારત ના મહારાષ્ટ્ર માં જન્મેલા સંત-કવિ છે. સંત નામદેવજી નો જન્મ ભક્ત કબીરજી થી ૧૩૦ વર્ષ પૂર્વ ૧૨૭૦ માં મહારાષ્ટ્ર જીલા સાતારા ના નરસી બામની ગામ માં કાર્તિક શુક્લ એકાદશી એ થયો હતો. તેમના પિતા નું નામ દામાશેટી અને માતા નું નામ ગોણાઈ દેવી હતું. તેમનો પરિવાર ભગવાન વિઠ્ઠલ નો પરમ ભક્ત હતા.
સંત નામદેવ ના ગુરુ વિસોબા ખેચર હતા. ગુરુ ગ્રંથ અને કબીર ના ભજનો માં તેમના નામ નો ઉલ્લેખ મળે છે. તે મહારાષ્ટ્ર ના ખુબ જ જાણીતા સંત છે. તેમણે બ્રહ્મવિદ્યાને લોક સુલભ બનાવીને તેમનો મહારાષ્ટ્ર માં પ્રચાર કર્યો, તો સંત નામદેવજી એ મહારાષ્ટ્ર થી લઇ ને પંજાબ સુધી ઉતર ભારત માં ‘હરિનામ’ ની વર્ષા કરી.
એક દિવસ તેમના પિતા બહાર ગામ ની યાત્રા એ ગયા હતા. ત્યારે તેમની માતા એ નામદેવ ને દૂધ દીધું અને કહ્યું કે તે તેમને ભગવાન વિઠ્ઠલ ને ભોગ માં ચડાવી દે. ત્યારે નામદેવ સીધા જ મંદિર માં ગયા અને મૂર્તિ ની આગળ દૂધ રાખી ને કહ્યું ‘લ્યો આને પીય લ્યો’. તે મંદિર માં ઉપસ્થિત લોકો એ તેમને કહ્યું આ મૂર્તિ છે દૂધ કેવી રીતે પીઈ શકશે. પરંતુ પાંચ વર્ષના નામદેવ જાણતા ન હતા કે વિઠ્ઠલ ની મૂર્તિ દૂધ નથી પીતી. મૂર્તિ ને તો બસ ભાવનાત્મક ભોગ લગાવામાં આવે છે. ત્યારે તેમની બાળ લીલા સમજીને મંદિર માં ઉપસ્થિત બધા પોત-પોતાના ઘરે ચાલ્યા ગયા. જયારે મંદિર માં કોઈ ન હતું. ત્યારે નામદેવ રોવા લાગ્યા અને કહી રહ્યા હતા, ‘વિઠ્ઠલ જી આ દૂધ પીઈ લ્યો નહીતર હું આ જ મંદિર માં રડી રડી ને પ્રાણ ત્યાગી દઈશ’.
ત્યારે બાળક નો ભોળા ભાવ જોઇને વિઠોબા પીગળી ગયા, ત્યારે તે જીવિત વ્યક્તિના રૂપમાં પ્રગટ થયા અને સ્વયં દૂધ પીઈને નામદેવ ને પણ પીવડાવ્યું. ત્યારથી બાળક નામદેવને વિઠ્ઠલ નામની ધૂન લાગી ગઈ અને તે દિવસ રાત વિઠ્ઠલ નામની રટ લગાવી રાખતા હતા.
તેમના ગુરુ મહારાષ્ટ્રના પ્રખ્યાત સંત જ્ઞાનેશ્વર હતા. તેમણે બ્રહ્મવિદ્યા ને લોક સુલભ બનાવી ને તેને મહારાષ્ટ્રમાં પ્રચાર કર્યો તો સંત નામદેવજીએ મહારાષ્ટ્રથી પંજાબ સુધી ઉત્તર ભારત માં હરિ નામ ની વર્ષા કરી.
ભક્ત નામદેવજી નું મહારાષ્ટ્રમાં તે જ સ્થાન છે, જે ભક્ત કબીર જી અથવા સૂરદાસનું ઉત્તર ભારતમાં સ્થાન છે. તેમનું આખું જીવન મધુર ભક્તિથી ભરેલું હતું. વિઠ્ઠલ ભક્તિ ભક્ત નામદેવજીને વારસા માં મળી હતી.
હકીકતમાં, શ્રી ગુરુ સાહેબમાં નામદેવજીની વાણી સતત અમૃતનો વહેતો ધોધ છે. જેમાં સમગ્ર માનવતાને પવિત્રતા પ્રદાન કરવાનું સામર્થ્ય છે. ‘મુખબાની’ નામના પુસ્તકમાં તેમની ઘણી રચનાઓ સંગ્રહિત છે. તેમના જીવન ના એક રોચક પ્રસંગ મુજબ એકવાર જ્યારે તે ભોજન કરી રહ્યા હતા. ત્યારે એક કૂતરો આવ્યો અને રોટલી ઉપાડીને ભાગી ગયો. તો નામદેવજી તેમની પાછળ ઘીનો વાટકો લઈને દોડવા લાગ્યા અને કહેવા લાગ્યા કે હે ભગવાન કોરી રોટલી ન ખાઓ સાથે ધી લો. દુનિયાભરમાં તેમની ઓળખ ‘સંત શિરોમણી’ તરીકે ઓળખાય છે.