તાજેતરમાં જ ગીર સોમનાથના જેપુર ગીર ગામે ખૂની ખેલ રચાયો હતો. બનાવની પ્રાપ્ત વિગત મુજબ ફોઈના દીકરાનો મામાના દીકરા ની પત્ની સાથે આડા સંબંધ હોવાથી મામાના દીકરા એ ફોઇના દીકરાને છરીના અઢાર ઘા મારી હત્યા કરી હતી.
હસમુખના લગ્નને 13 વર્ષ થયા છે. તેને એક પુત્ર અને પુત્રી પણ છે. અને તે બાંધકામ શાખા ની ઓફિસમાં કામ કરતો હતો. પરંતુ તેના આ હસતા રમતા પરિવારને ઠેસ પહોંચી જ્યારે તેના હાથમાં એક રેકોર્ડીંગ આવ્યું.
આ રેકોર્ડિંગ સાંભળતા તેના પગ નીચેથી જમીન સરકી ગઈ. રેકોર્ડિંગ પરથી ખુલાસો થયો કે તેની પત્નીનું તેમના દૂરના મામાના દીકરા અતુલ કેશવાલા સાથે અફેર ચાલે છે.
તેને આની ઉપર પહેલા પણ શક હતો અને આ બાબતે બંને વચ્ચે ઝઘડો પણ થયો હતો. આ વખતે તેણે તેની પત્ની ના ફોનમાં રેકોર્ડિંગ ચાલુ કરી દીધું હતું ત્યારબાદ તેણે થોડા દિવસ પછી આ બંનેના રેકોર્ડીંગ સાંભળ્યા હતા.
જેથી તેને અતુલ કેશવાલા ને મારી નાંખવાનો પ્લાન બનાવ્યો. પરત ફરી રહ્યો હતો ત્યારે રસ્તામાં જ તેને રોકીને છરીના ઘા મારીને તેનો જીવ લઇ લીધો હતો. આ ઘટનાની પોલીસને જાણ થતા તાલાલા પોલીસ ઘટના સ્થળે પહોચી મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે મોકલી દીધો હતો.
જે બાદ પોલીસે અતુલના સગા સંબંધીઓ પરીવારોના નિવેદનો લેતાં શંકાની સોય હસમુખ તરફ ટંકાય હતી. જેથી પોલીસે હસમુખને ઝડપી લઈ આકરી પુછપરછ કરતાં હસમુખે સમગ્ર ઘટના જણાવી હતી.