તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા”માં દયાબેનની ભૂમિકા ભજવશે આ અભિનેત્રી ? કહ્યું મેં ઓડિશન આપ્યું પરંતુ…

મીડિયા રિપોર્ટ્સ ના આધારે જાણવા મળ્યું છે કે ટીવી ઈન્ડસ્ટ્રીની જાણીતી અભિનેત્રી ઐશ્વર્યા સખુજાને તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા માં દયાબેનના રોલ માટે તેનો સંપર્ક કરવામાં આવ્યો છે.

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા એ ભારતીય ટીવીપર આવનારા શોમાં નો સૌથી જૂનો શો છે. આ શોની લોકપ્રિયતા જેમ જેમ દિવસો જતા જાય છે. તેમ તેમ વધતી જાય છે દરેક પાત્ર દર્શકોના જીવન નો એક ભાગ બની ગયું છે. ચાહકોનું એક પ્રિય પાત્ર દયાબેન છે, જે દિશા વાકાણીએ નિભાવ્યું હતું. જોકે ચાહકો હજુ પણ 2017થી દિશા વાકાણી ની ગેરહાજરી ને આજે પણ ફેન્સ યાદ કરે છે. ઘણા મીડિયા રિપોર્ટ્સ માં એવો ખુલાસો થયો હતો કે દિશા વાકાણી શોમાં ફરીથી પાછી આવી રહી છે.પરંતુ બાદમાં આ અફવાઓ ને નકારી દેવામાં આવી છે. જોકે, નિર્માતા અસિત મોદીએ તાજેતરમાં જણાવ્યું હતું કે તેઓ ટૂંક સમયમાં દયાબેનને રજૂ કરશે.

મીડિયા રિપોર્ટ્સ ના આધારે, ટીવી ઈન્ડસ્ટ્રીની જાણીતી અભિનેત્રી ઐશ્વર્યા સખુજાને શો માં દયાબેન નો રોલ કરવા માટે તેમનો સંપર્ક કરવા માં આવ્યો છે. પિંકવિલાના એક અહેવાલમાં જણાવાયું છે કે ઐશ્વર્યા સખુજાએ દયાબેનના પાત્ર માટે ઓડિશન પણ આપ્યું હતું, પરંતુ તે આ શોનો ભાગ બની શકશે નહી તેમ તેણે કહ્યુ. અભિનેત્રી દ્વારા જાણવા મળ્યું છે, કે મેં આ રોલ માટે ટેસ્ટ આપ્યો હતો પરંતુ મને નથી લાગતું કે હું તે કરી શકીશ.

ઐશ્વર્યા સખુજાએ હાલમા જ રામસે હંટ સિન્ડ્રોમ સામે લડવા વિશે ખુલાસો કર્યો હતો. અભિનેત્રી એ એ પણ શેર કર્યું કે તેણે તે તબક્કા દરમિયાન ઘણા ભાવનાત્મક પ્રશ્નો નો સામનો કરવો પડ્યો છે. કારણ કે અભિનેતામાટે તેનો ચહેરો સર્વસ્વ છે. તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ વિશે વાત કરીએ તો તે અવારનવાર તેના ખૂબ જ સ્ટાઇલિશ અને સુંદર ફોટા સોશિયલ મીડિયા પર શેર કરે છે. એટલું જ નહી અભિનેત્રી તેના પતિ રોહિત નાગ સાથેના વીડિયો પણ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરતી જોવા મળે છે.

ઐશ્વર્યા સખુજાએ ઘણા બધા ટીવી શોમાં કામ કર્યું છે.અભિનેત્રી સાસ બિના સસુરાલ, મૈં ના ભૂલુંગી, ત્રિદેવિયન, અને કૃષ્ણદાસી જેવા શો એક્ટિંગ કરીને જાણીથી થઈ છે.

Leave a reply:

Your email address will not be published.

Site Footer