ગુજરાતમાં તૌકતે વાવાઝોડાના લીધે થયેલા નુકસાન અંગે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ નિવેદન આપ્યું છે. મુખ્યમંત્રીએ કહ્યું ખેડૂતોને મોટું નુકસાન થયું છે. જેમાં મુખ્યત્વે ઉનાળુ પાકને પણ નુકસાન થયા છે. અને બાગાયતી ખેતીમાં ખાસ કરીને કેસર કેરીને સૌથી મોટું નુકસાન સામે આવ્યું છે. જે બાદ અનેક લોકોના ઘરનું નુકસાન થયું છે.
અનેક જગ્યાએ કાચા અને ઝૂપડાઓ તૂટી ગયા છે. આ પ્રકારના તમામ નુકસાનના તાત્કાલિક સર્વે બાદ સહાય ચૂકવવામાં આવશે.
મુખ્યમંત્રીએ કહ્યું કે, ખેડૂતોને ત્રણ-ચાર પ્રકારનું નુકસા થયું છે. તેમજ ઉનાળુ પાકને અસર થઈ છે. કેરી અને નાળિયેરના પાકને પણ અસર થઈ છે.
કાચા મકાનો અને ઝુપડા ઉડી ગયા છે. જે પશુઓના મોત થયા તેને સહાયતા તથા ચોથુ કેશડોલ આપવામાં આવશે. મુખ્યમંત્રીએ કહ્યું કે, નુકસાનના સર્વેની કામગીરી તત્કાલ શરૂ કરવામાં આવશે અને બધાને સહાય ચુકવવામાં આવશે. માછીમારોને થયેલા નુકસાનનો પણ સર્વે કરવામાં આવશે.
આ ઉપરાંત બિલ્ડીંગ ક્ષેત્રમાં 3000 કરોડનું નુકસાન થયું છે. ઇમારતો સરકારી ઓફિસરો રોડ-રસ્તાઓ વગેરેને નુકસાન થયું હોવાનો પ્રાથમિક અંદાજ કાઢવામાં આવી રહ્યું છે.
ગીર પંથકમાં તો કેરીનો પાક સંપૂર્ણપણે ખતમ થઈ ગયો છે. ભારે પવન સાથે વરસેલા વરસાદમાં કેરીનો પાક સંપૂર્ણપણે નાશ થઈ ગયો છે. પાંચ લાખ હેક્ટરમાં બગીચામાં પોણા બે લાખ હેક્ટરમાં પથરાયેલા કેરીના પાકને નુકશાન થયુ છે. તો છ લાખ ટન કેરી ખરાબ થઈ ગઈ છે.
સમગ્ર રાજ્યમાં 500000 હેક્ટરમાં ફળો અને શાકભાજી ના બગીચાઓમાં ભારે નુકસાન થયુ છે. નાળિયેરના ઝાડ , દાડમઅને ચીકુના ઝાડ ધરાશાયી થઈ ગયા છે. જેમાં સૌથી વધુ કેરીના પાકને નુકસાન થયુ છે.
સૌરાષ્ટ્રમાં વેરાવળ, માંગરોળ, કોડિનાર અને ઉના સહિતના વિસ્તારમાં બાજરી, તલના અને મગના પાકને પણ મોટા પ્રમાણમાં નુકસાન થયુ છે.