ઉલ્લેખનીય છે કે અત્યારે ગુજરાત પર તૌકતે વાવાઝોડાનું સંકટ તોળાઇ રહ્યું છે. વાવાઝોડું સૌરાષ્ટ્રના દરિયાકાંઠા તરફ આગ વધી રહ્યું છે. હવામાન વિભાગ અનુસાર તાઉ-તે વાવાઝોડુ 17મે સાંજે અથવા તો 18મેએ ગુજરાતના દરિયાકાંઠે ટકરાશે. હવામાન વિભાગે ચેતવણી આપી છે કે આ વાવાઝોડુ 24 કલાકમાં વધુ ખતરનાક બની શકે છે. 18મે સવાર સુધી વાવાઝોડુ પોરબંદર અને મહુવા વચ્ચે ગુજરાતના દરિયા કાંઠાને પાર કરી શકે છે.વાવાઝોડાના કારણે રાજ્યના અને વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી આપવામાં આવી છે.
અત્યારે તેજીથી ગુજરાત તરફ તે આગળ વધી રહ્યું છે ત્યારે હવામાન વિભાગ દ્વારા આ વાવાઝોડાને અતિ ગંભીર કેટેગરીમાં મૂકી દેવામાં આવ્યું છે. આ વાવાઝોડાને કેટેગરી ચારમાં રાખવામાં આવ્યું છે . હવામાન વિભાગની આગાહી અનુસાર સોમવારે રાત્રે જ વાવાઝોડું ગુજરાતને ટકરાવાનું છે. અત્રે નોંધનીય છે કે છેલ્લા ૨૫ વર્ષમાં ગુજરાતમાં એક પણ વાવાઝોડાને આટલી ગંભીર રીતે લેવામાં આવ્યું નથી. 25 વર્ષ બાદ ગુજરાતમાં કોઈ જગ્યાએ 10 નંબરનું સિગ્નલ આપવામાં આવ્યું છે.
ગુજરાતના દરિયાકિનારે બંદરો પર 25 વર્ષ બાદ 10 નંબરનું સિગ્નલ આપી દેવામાં આવ્યું છે. રાજ્યમાં અમરેલીના જાફરાબાદ, ગીર સોમનાથના વેરાવળ, માંગરોળમાં દસ નંબરનું સિગ્નલ આપી દેવામાં આવ્યું છે તથા પોરબંદર તથા દ્વારકામાં પણ આઠ નંબરનું સિગ્નલ આપી દેવામાં આવ્યું છે. ગુજરાતના અમુક દરિયાકિનારા જેમકે જાફરાબાદમાં તો કલમ 144 લગાડી દેવાઈ છે.
ગુજરાત માટે ચિંતાની વાત કહી શકાય કે વાવાઝોડાની ગતિ ખૂબ જ વધી રહી છે અને પ્રચંડ વેગ સાથે વાવાઝોડું હવે આજે રાત્રે જ આઠથી 11 વાગ્યાની વચ્ચે ગુજરાતને ટકરાઇ શકે છે. ગુજરાતના પોરબંદરથી મહુવાની વચ્ચે આ વાવાઝોડું ટકરાશે જેમાં અત્યંત ભયંકર કહી શકાય તેમ 156થી 185 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફુંકાઈ શકે છે.
માછીમારોને બે દિવસ દરિયોના ખેડવા ચેતવણી આપી છે. પોરબંદર,અમરેલી,જૂનાગઢમાં નુકસાનની આશંકા છે જ્યારે અમદાવાદ સોમનાથ,ભાવનગરમાં નુકસાનની શકયતા સેવવામાં આવી રહી છે.