છેલ્લા ઘણા વર્ષોથી વાવઝોડા ફંટાય ગયા પણ આ વાવાઝોડું નથી ફંટાય એમ.. જાણો કેમ અલગ છે?

અરબી સમુદ્રમાં ઉદભવેલું તાઉતે વાવાઝોડું દીવથી દક્ષિણમાં અગ્નિ દિશાએ અંદાજે 180 કિલોમીટર અને વેરાવળથી દક્ષિણમાં અગ્નિદિશાએ 260 કિલોમીટર અંતરે પહોંચ્યું છે. હવામાન ખાતાના જણાવ્યા મુજબ વાવાઝોડું હાલ ઉત્તર તરફ વાયવ્ય દિશામાં આગળ વધી આગામી 6 કલાકમાં અતિ તીવ્ર વાવઝોડામાં રૂપાંતરિત થવાની સંભાવના છે.

વાવાઝોડું આજે સાંજે પોરબંદર અને મહુવા વચ્ચેનો દરિયાકિનારો ઓળંગે તેવી સંભાવના છે. પવનની ઝડપ કલાકના 155 થી 165 કિલોમીટર રહે તેવીસંભાવના છે. તેના કારણે વેરાવળ, જાફરાબાદ,પીપાવાવ અને વિક્ટરમાં 10 નંબરનું ભયસૂચક સિગ્નલ અને જ્યારે ભાવનગર,દહેજ, મગદલ્લા, ભરૂચ અનેદમણમાં 9 નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે.

આ ઉપરાંત,પોરબંદર, ઓખા, નવા કંડલા, જખઉ, માંડવી, નવલખી, સિક્કા, અને બેડીમાં 8 નંબરનું ભયસૂચક સિગ્નલલગાવાયું છે.વાવાઝોડાના લીધે, ગીર સોમનાથ અમરેલી, ભાવનગર, બોટાદ, જુનાગઢ અનેદીવ તેમજ દક્ષિણ ગુજરાતમાં વલસાડ, નવસારી, દમણ અને દાદરા નગર હવેલીમાં કેટલાક સ્થળોએ આગામી બે દિવસ ભારેથી અતિ ભારેવરસાદ થવાની આગાહી હવામાન વિભાગે કરી છે. આ ઉપરાંત,સુરેન્દ્રનગર, રાજકોટ, ભરુચ. અમદાવાદ, સુરત, આણંદ, ખેડા અને વડોદરા જીલ્લામાં ભારે વરસાદની સંભાવનાછે.

દક્ષિણ ગુજરાત સહિત સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં પવનની ગતિ વધીને કલાકના 170 થી 180 કિલોમીટર થવાની સંભાવના છે.

વાવાઝોડાને ઊર્જા ક્યાંથી મળે છે..? અને તે ક્યાં વિસ્તારમાંથી ઉદભવે છે?
કોઈપણ વાવાઝોડાંને જીવંત રાખવા માટે ઊર્જાની જરૂર હોય છે. આ ઊર્જા સામાન્ય રીતે સમુદ્રની સપાટી પર રહેલા ગરમ પાણી અને બાષ્પ દ્વારા ઉત્પન્ન થાય છે. અત્યારે 50 મીટર ઊંડાઈ સુધી સમુદ્રનું પાણી ગરમ છે, જે આ ચક્રવાતને ઊર્જા પૂરી પાડવા માટે સક્ષમ છે.

સામાન્ય રીતે, ઉત્તર હિંદ મહાસાગર ક્ષેત્રમાં ઉષ્ણકટિબંધીય વાવાઝોડું (બંગાળની ખાડી અને અરબી સમુદ્ર) ચોમાસાની પહેલા અને પછીના સમયગાળા દરમિયાન ફુંકાય છે. જે મુખ્યત્વે ઓક્ટોબર અને ડિસેમ્બર મહિનાનાં સમય દરમિયાન પરિણમે છે. ભારતીય દરિયાકિનારાઓને પ્રભાવિત કરતા વાવાઝોડાં મુખ્યત્વે મે-જૂન અને ઓક્ટોબર-નવેમ્બર વચ્ચેનાં સમયગાળા દરમિયાન ફુંકાય છે.

Leave a reply:

Your email address will not be published.

Site Footer