ભગવાન શિવને તેમના ભક્તો ત્રિપુરારી ના નામથી પૂજે છે તેની પાછળ શિવ પુરાણની એક કથા છે. શિવપુરાણ અનુસાર એક વાર મહાદેત્ય તારકાસુર થયો હતો. આ દેત્ય ની ત્રણ પુત્ર હતા જેના નામ તારકાક્ષ, કમલાક્ષ તેમજ વિદ્યુન્માંલી હતું.
શિવના પુત્ર કાર્તિકેય એ તારકાસુરનો વધ કરી દીધો. તેથી તેના ત્રણે પુત્ર એ બદલો લેવા માટે ઘોર તપસ્યા કરી અને બ્રહ્માજીને પ્રસન્ન કર્યા તેમણે અમરતા નું વરદાન માંગ્યું પરંતુ બ્રહ્માજી એ તેમાં અસમર્થતા બતાવી.
અને અન્ય કોઈ વરદાન માંગવા માટે કહ્યું. ત્યારે ત્રણેયે બ્રહ્માજીને એવુ કહ્યું કે અમને ત્રણેય ને ત્રણ નગર આપો જે આકાશ માં ઉડતા હોય અને એક હઝાર વર્ષ પછી જયારે અમે ત્રણેય ભેગા થઈએ ત્યારે ત્રણેય એકજ બાણ થી એક સાથે જ મારીએ.
એ ઉપરાંત અમારું મૃત્યુ ના થાય. બ્રહ્માજીએ તેમણે આ વરદાન આપ્યું. વરદાન પ્રાપ્ત કરી એ ત્રણેય ભાઈઓ એ દરેક લોક માં અલગ અલગ થઇ ને ત્રાહિમામ મચાવી દીધો. મનુષ્ય અને દેવતા તેમનાથી ડરવા લાગ્યા.
અને દરેક દેવતા શિવજી પાસે મદદ માંગવા ગયા અને આ બધું જ જણાવ્યું તેમની કરુણા ભરી વિનંતી પર શિવજી એ ત્રણે વધ કરવા માટે તૈયાર થયા. વિશ્વકર્મા એ શિવજી માટે એક ભવ્ય રથનું નિર્માણ કર્યું. કેવો હતો આ દિવ્ય રથ ?
આ દિવ્ય રથમાં દરેક દેવી દેવતાઓ ની શક્તિ સમાયેલ હતી. સૂર્ય અને ચંદ્ર આ રથના પૈડા બન્યા યમ કુબેર ઇન્દ્ર અરુણ વગેરે દેવતા આ રથ ના ઘોડા બન્યા. ભગવાન વિષ્ણુ એ દિવ્ય તીર બન્યા અને શેષનાગ બન્યા ધનુષ્યની પ્રત્યંચા અને હિમાલય પર્વત ધનુષ્ય બન્યા.
પછી ભગવાન શિવ આ રથ માં સ્વર થઇ યોગ્ય સમયે એ ત્રણેય ભાઈ ઓ ની સમક્ષ ઉભા રહી ગયા. જેવા એ ત્રણે ભાઈ એક સીધી રેખામાં આવ્યા ત્યારે જ ભગવાન શિવજી એ પોતાના ધનુષ્ય માંથી તીર ચલાવ્યું.
આવું દિવ્ય તીર જોઈ દેત્યો માં હાહાકાર મચી ગયો. તીર ત્રણેય ભાઈઓ ને લાગ્યું અને ક્ષણ ભાર માં જ તેમના પ્રાણ નીકળી ગયા. દરેક દેવી દેવતાઓ એ શિવજી નો જય જયકાર ત્રિપુરારી ના નામથી કર્યો.