વડતાલ : અભિનેતા ગોવિંદાએ કર્યા લક્ષ્મીનારાયણ દેવના દર્શન

લગભગ દરેક લોકો ને ખબર હશે કે હમણાં જ વડતાલ માં ખુબ જ મોટો ઉત્સવ ઉજવાય ગયો, જ્યાં લાખો કરોડો લોકો દર્શન માટે જતા હતા. આ ઉત્સવ વચનામૃત દ્વિશતાબ્દી મહોત્સવના ઉપક્રમે કરવામાં આવ્યો હતો. શ્રી લક્ષ્મીનારાયણ દેવની સંસ્થાનું સમસ્ત સત્સંગ સમાજનું માસિક … વચનામૃત દ્વિશતાબ્દી મહોત્સવ ઉપક્રમે વડતાલ મંદિર દ્વારા શિયાળાની કડકડતી ઠંડીમાં જરૂરિયાતમંદોને ધાબળા વિતરણ પણ કરવામાં આવ્યા હતા.

તા. ૩ થી ૫/૧/૨૦૧૯. યુ.એસ.એ..ડલાસ, શિકાગો, ન્યુજર્સી, ડાઉની મુકામે પૂજય લાલજી શ્રી સૌરભપ્રસાદજી મહારાજના સાનિધ્યમાં આ વિતરણ કરવામાં આવ્યું હતું. ચેરમેનશ્રી દેવ સ્વામી,. આ.કો.શ્રી સંત સ્વામી, બંન્ને વક્તાશ્રીઓ અને પૂ.સંતો  અને દરેક ભક્તો. તા. ૧૦ થી ૧૬/૧/૨૦૧૯ સુધી દરેક લોકોએ ઉત્સવ નો લાભ લીધો હતો.

આણંદના ખેડા જિલામાં આવેલા વડતાલ ના સ્વામિનારાયણ મંદિર માં કાર્તિક સમૈયા એટલે કે શ્રી વચનામૃત દ્વિશતાબ્દી મહોત્સવ ના છેલ્લા દિવસે મંગળવાર ના રોજ બોલીવુડ ફિલ્મના સ્ટાર ગોવિંદા એ ત્યાં ઉપસ્થિત રહીને દર્શન કર્યા અને આચાર્ય ના આશીર્વાદ પ્રાપ્ત કર્યા.

ગોવિંદા એ ભગવાન શ્રી લક્ષ્મીનારાયણ દેવ અને આચાર્ય રાકેશ પ્રસાદજી મહારાજ ના શુભ આશીર્વાદ પણ મેળવ્યા હતા અને એમના અંદાજમાં ગોવિંદા એ સ્ટેજ પર પહોચીને ડાંસ પણ કર્યો. એમણે કહ્યું કે “ભગવાન સ્વામિનારાયણ દરેક લોકોને આશીર્વાદ આપે છે, એના માટે દર્શન કરવા માટે જ હું અહી આવ્યો છું.” ગોવિંદાજી એ ડાંસ કરીને દરેક લોકો અને ભક્તોને પણ રાજી કર્યા હતા. દરેક લોકો ગોવિંદા ને જોઇને રાજી થઇ ગયા. આ રીતે સંતો અને આચાર્ય એ ગોવિંદા ને આશીર્વાદ આપીને રાજી કરી દીધા.

Leave a reply:

Your email address will not be published.

Site Footer