આ મંત્રોનો જાપ કરવાથી થઇ જશે બેડો પાર, જાણો એ મંત્ર વિશે..

હિંદુ ધર્મ માં દરેક ઘરમાં પૂજા પાઠ થાય છે. કોઈપણ પૂજા મંત્ર ઉચ્ચારણ વગર અધૂરી માનવામાં આવે છે. તેથી પૂજનમાં મંત્રોનો જાપ કરવો મહત્વપૂર્ણ માનવામાં આવે છે. ખાસ કરીને શિવપૂજાની હોય તો માનવામાં આવે છે કે જો વ્યક્તિ ભોલેનાથની પૂજા ન પણ કરી શકે તો ફક્ત શિવના મંત્રોથી જ તેનુ તેને બધું ફળ પ્રાપ્ત થઇ શકે છે. આ ઉપરાંત વ્યક્તિ જો સોમવારનુ વ્રત કરે છે તો મંત્રો સાથે પૂજા કરવાથી તે ભગવાન શિવની કૃપાનો પાત્ર બની શકે છે. ચાલો જાણી લઈએ મંત્રો વિશે..

નામાવલી મંત્ર

શિવજીને પ્રસન્ન કરી તેની કૃપા પ્રાપ્તિ માટે સોમવારની પૂજા દરમિયાન આ નામાવલી મંત્રોનુ ઉચ્ચારણ કરવું અને તે ઉપરાંત આ દિવસે કોઈપણ સમયે 108 વાર તેનો જાપ જરૂર કરવો. જો દિવસમાં કોઈપણ સમય 108 વાર તેનો જાપ જરૂર કરવો જોઈએ.
જો આખો મહિનો તેની નિયમિત રૂપથી સવારે અને સાંજે તેનો 108 વાર જાપ કરવામાં આવે તો વધુ સારુ ફળ મળે છે. પૂજા પછી ભગવાન શિવના આ નામાવલી મંત્રો સાથે તેનુ ધ્યાન કરવાથી શિવજી પ્રસન્ન થાય છે.

શ્રી શિવાય નમ:

શ્રી શંકરાય નમ:

શ્રી મહેશ્વરાય નમ:

શ્રી સાંબસદાશિવાય નમ:

શ્રી રૂદ્રાય નમ:

ૐ પાર્વતીપતયે નમ:

ૐ નમો નીલકળ્ઠાય

પંચાક્ષરી મંત્ર ને શિવ ગાયત્રી મંત્ર

ભગવાન શિવને પ્રસન્ન કરવાનો સૌથી સરળ ઉપાય છે, પંચાક્ષરી મંત્ર “ૐ નમ: શિવાય” નો જાપ. આ ઉપરાંત “ૐ”ને સુષ્ટિનો સાર માનવામાં આવે છે.

શ્રવણમા ફક્ત તેના જાપ માત્રથી પણ શિવજી પ્રસન્ન થાય છે. આ ઉપરાંત શિવ ગાયત્રી મંત્રનો જાપ બધી મનોકામના પૂર્ણ કરે છે.

શિવ ગાયત્રી મંત્ર – || ૐ તત્પુરૂષાય વિદ્મહે મહાદેવાય ધીમહિ તન્નો રૂદ્ર: પ્રચોદયાત ||

શિવ નમસ્કાર મંત્ર

પૂજા પહેલા આ મંત્રનુ ઉચ્ચારણ કરીને ભગવાન શિવનુ ધ્યાન કરવું.
“નમ: શમ્ભવાય ચ મયોભવાય ચ નમ: શન્કરાય ચ મયસ્કરાય ચ નમ: શિવાય ચ. ઈશાન: સર્વવિધ્યાનામીશ્વર: સર્વભૂતાનાં બ્રહ્માધિપતિર્બ્રહ્મણોધપતિર્બ્રમ્હા શિવો મે અસ્તુ સદાશિવોમ||”

Leave a reply:

Your email address will not be published.

Site Footer