સુંદર સ્ટ્રોંગ વાળ મેળવવાની ઇચ્છા દરેક વ્યક્તિને હોય છે, પરંતુ જો વાળ ખરવાના શરૂ થઇ જાય તો તેની ચિંતા સતત આપણને પરેશાન કરતી રહે છે. વાળને ખરતા રોકવા હોય તો પ્રાકૃતિક ઉપયોને અજમાવવા ખૂબ જ જરૂરી છે કારણ કે, આ ઉપચારના કોઇ સાઇડ ઇફેક્ટ્સ નથી હોતા. સાથે જ, તે એકદમ સસ્તા પણ હોય છે.
જો તમારા પણ વાળ ઘણા લાંબા સમયથી ખરી રહ્યા છે અને માથાની ત્વચા સાફ દેખાય રહી છે, તો થોડું પણ મોડુ કર્યા વિના પ્રાકૃતિક સામગ્રીથી તૈયાર હેયર માસ્ક લગાવવાનું શરૂ કરી દેવું જોઇએ. વાળ જો ખરતાં હોય તો તેની તરફ તરત જ ધ્યાન દોરવું જોઇએ અને રસોડામાં રહેલી સામગ્રીઓનો પ્રયોગ પણ શરૂ કરી દેવો જોઇએ. ચાલો જાણીએ આવા જ પ્રાકૃતિક હેયર માસ્ક જેનો નિયમિત ઉપયોગ કરવાથી વાળને ખરતાં અટકાવી શકાય છે.
વ્યક્તિના શરીરની સુંદરતાના અનેક અંગો છે પણ તેમાં સર્વપ્રથમ દર્શનીય સુંદરતા તો વાળની જ છે. વાળની તંદુરસ્તી અને સુંદરતા તો સૌ કોઇ ઇચ્છે છે તો તેને માટે હાનિકારક વસ્તુઓ જાણી લીધી હોય તો તેની જાળવણી વધુ સારી રીતે કરી શકાય.
નવરાત્રિના દિવસોમાં સિંઘાડાના લોટ અને સાબુદાણાના સેવન કરવામાં આવે છે. વાત જો સાબુદાણાની કરીએ તો ખાવાનામાં ટેસ્ટી હોવાની સાથે સ્વાસ્થ્ય અને સુંદરતાને યથાવત રાખવામાં મદદ કરે છે. સ્ટાર્ચથી ભરપૂર સાબુદાણાથી તમે હેર માસ્ક બનાવીને લગાવી શકો છો. તેનાથી વાળને ઉંડે સુધી પોષણ મળવાની સાથે વાંકડિયા વાળની સમસ્યા દૂર થાય છે. એવામાં પાર્લરની જગ્યાએ તમે ઘરે સહેલાઇથી વાળને સ્ટ્રેટ કરી શકો છો.
સામગ્રી: સાબુદાણા – 4 ચમચી, દહીં – 2 ચમચી, પાણી – 1 ગ્લાસ, એલોવેરા – 3 ચમચી બનાવવા ની પદ્ધતિ: સૌપ્રથમ એક એક મિક્ષર લો ત્યારબાદ તેમાં થોડા સાબુદાણા લો અને તેને પીસી લો. સાબુદાણા પીસી લીધા બાદ એક કઢાઈ લો અને તેમાં થોડી પાણી નાખી અને તેને ઉકડવા દો. પાણી ઉકડી જાય પછી તેની અંદર સાબુદાણા નો પાવડર નાખી દો. પાવડર નાખતી વખતે ખાસ એક બાબત નું ધ્યાન રાખજો કે તે પાવડર ની જીણી જીણી ગોટીઓ ના વળી જાય. પાવડર નખાઈ જાય પછી તેને ઓછામાં ઓછી 5 મિનિટ સુધી ઉકડવા દો. તે પાણી ઉકડી જાય પછી તે જે નવું મિશ્રણ તૈયાર થયું છે તેને એક બોલ માં કાઢી લો.
ત્યાર બાદ આ મિશ્રણ ને થોડી વાર ઠંડુ થવા એક ખૂણા માં રાખી દો. આ મિશ્રણ રૂમ ટેમ્પરચર પર આવી જાય પછી તેની અંદર એલોવેરા જેલ નાખી આમાં તમે ઘરે બનાવેલું એલોવેરા જેલ પણ નાખી શકો છો, પરંતુ ધ્યાન રહે તેમાં તેની છાલ જરા પણ રહેવી જોઈએ નહીં. એલોવેરા જેલ નાખ્યા બાદ તેની અંદર દહી નાખી દો. આ બંને વસ્તુ નાખ્યા બાદ તેને સરખી રીતે મિક્સ કરી નાખો. આ બધી મિક્સ થઈ ગયા બાદ તેને વાળ માં લગાવી દો. ત્યારબાદ તેને 45 મિનિટ બાદ ધોઈ નાખો.
આ હેર માસ્ક લગાવવાથી તમારા વાંકડિયા વાળ સીધા થઈ જશે. વાળનું ઉંડે પોષણ થશે. ખોડાથી છૂટકારો મળશે. વાળની ડ્રાયનેસ દૂર કરવી જોઈએ, તેમને યોગ્ય પ્રમાણમાં ભેજ મળશે. પાતળા, નબળા વાળ મૂળથી મજબૂત બનશે લાંબા, અને ભરાવદાર કરવામાં પણ મદદરૂપ સાબિત થશે.