જાણો વાસ્તુશાસ્ત્રના કેટલાક ખાસ ઉપાય જે દુર કરશે નકારાત્મક ઉર્જા

સામાન્ય રીતે ઘરમાં નેગેટિવ એનર્જી આવતા ઘરની સુખ શાંતિ જતી રહે છે. મુશ્કેલીઓ સતત આવવા લાગે છે. તમારૂ કામ બગડવા લાગે છે કામ મુશ્કેલ થવા લાગે છે. તમારે આ અંગે વાસ્તુમાં દર્શાવવામાં આવેલ કેટલાક ફેરફાર કરવા જોઈએ જેથી તમારા ઘરમાં પ્રવેશતી નેગેટીવ એનર્જી અટકાવી શકશો.

૧. ઉર્જાને જાગ્રત કરવાના ઉપાય : તમે ઘરમાં નિષ્ક્રિય ઉર્જાના સ્તોત્રને ફરીથી જાગૃત કરી શકો છો અને આ કરવા માટે તમારે ફક્ત એટલું જ કરવાનું છે કે તમારે ઘરમાં રહેલી ઘંટડીને ત્રણ વખત દરેક ખુણામાં વગાડો.

૨. બાથરૂમ રાખો આ રીતે : ઘરના તમામ ટોયલેટના દરવાજાઓ અંદરની તરફ બંધ થાય તે ખાસ જોવુ તમામ ટોયલેટના ઢાંકણાઓ બંધ હોવા જોઈએ. ફેંગશુઈ અનુસાર આવું કરવાથી ઘરમાં પોઝિટિવ એનર્જી ચી નેગેટીવ એનર્જીને દૂર કરશે.

૩. મીણબત્તીના ઉપાય : જુના જમાનામાં ઘરમાં રહેલી નેગેટિવ એનર્જીને દૂર કરવા માટે મીણબત્તીનો પ્રયોગ કરવો જોઈએ. રોજ તમારા ઘરમાં ઓછામાં ઓછી એક મીણબત્તી જરૂરથી સળગાવો. ખાસ કરીને તમે જ્યારે ધ્યાન કરો છો ત્યારે મનને શાંત કરવા આ ઉપાય કરી જુઓ. કોઈ ચિંતા કરવાની જરૂર રહી નથી. કેમકે વાસ્તુશાસ્ત્રમાં કેટલાક ઉપાય દર્શાવવામાં આવ્યા છે.

૪. આ કરશો તો સ્પર્શી પણ નહીં શકે નેગેટિવ એનર્જી : તમારા ઘરના બારી બારણાઓ હંમેશા ખુલ્લા રાખો, સૌથી વધારે આ જગ્યાને સાફ સફાઈ કરવી જોઈએ. સૌ પ્રથમ તમે એક બાલદીમાં પાણી લઈ તેમાં લીંબૂના ચાર પાંચ ટીપા નાંખો. આનાથી આર્થિક સમસ્યા દૂર થશે.

૫. ઘરમાં કરી લો આ ઉપાય : તમારા ઘરના વાતાવરણને સકારાત્મક એનર્જીથી ભરવા માટે સુગંધિત ધૂપબત્તી કે અગરબત્તી સળગાવી દો આનાથી ઘરનું વાતાવરણ સારૂ બનશે.

૬. બેડરૂમમાં કરો આ ઉપાય : બેડરૂમના ચારેય ખુણામાં થોડુ થોડુ મીઠું રાખી દો. 48 કલાક પછી ફરીથી મીઠુ છાંટી દો. આનાથી તમારા ઘરમાં રહેલ નેગેટિવ એનર્જી દૂર થઈ જશે. ત્યાં સુધી કે ઘરમાં કોઈ બીમાર નહીં પડે.

Leave a reply:

Your email address will not be published.

Site Footer