કોવિડની બીજી લહેરમાં સંક્રમણ વધ્યું છે. ખાસ કરીને મહારાષ્ટ્ર અને ગુજરાતનાં કેટલાક જિલ્લાઓમાં આવા કેસની સંખ્યામાં વધારો જોવા મળ્યો છે. આ નવા સ્ટ્રેનને કારણે હોઈ શકે છે. કાળી ફૂગના આ કેસો હવે પહેલા કરતા 10 ગણા થયા છે.
મ્યુકરમાઇકોસિસિની બીમારીની જો પહેલા સ્ટેજમાં ખબર પડી જાય અને ઇલાજ શરૂ થઇ જાય તો તેની સાજા થવાની શક્યતા વધી જાય છે પરંતુ વિલંબ થાય તો કેટલાક કેસમાં પરિસ્થિતિ ગંભીર બની જાય છે, દર્દીની સર્જરી કરવી અનિવાર્ય બની જાય છે અને કેટલાક કેસમાં જડબા કાઢી નાખવાની સ્થિતિ પણ ઉભી થાય છે. કેટલાક કેસમાં તો દર્દીએ આંખની રોશની ગુમાવવાનો પણ વારો આવે છે. આ કારણે દર્દીએ મ્યુકરમાયકોસિસના દર્દીએ ખૂબ જ પ્રાથમિક અવસ્થામાં જ સચેત થઇ જવાની જરૂર છે.
કાળી ફુગ અથવા મ્યુકરમાયકોસિસ એ મ્યુકર ફંગસથી થતાં દુર્લભ ચેપ છે. મ્યુકર ફંગસ જમીન, ફળો અને શાકભાજીનાં સડવાનાં સ્થળે, અને ખાતરો બનાવવાની જગ્યાએ પેદા થાય છે. તેની હાજરી માટી અને હવા બંને જગ્યાએ હોઈ શકે છે.
તે માનવ નાક અને લાળમાં પણ જોવા મળે છે. આ સાઇનસ, મગજ, ફેફસાંને અસર કરે છે.
તે ડાયાબિટીઝવાળા દર્દીઓ અથવા ઓછી ઇમ્યુનીટી, કેન્સર અથવા એડ્સવાળા લોકો માટે પણ જીવલેણ બની શકે છે. બ્લેક ફંગસમાં મૃત્યુ દર 50 થી 60 ટકા છે. કોવિડ 19 નાં ગંભીર દર્દીઓની સારવારમાં સ્ટીરોઇડ્સનાં ઉપયોગને કારણે બ્લેક ફંગસનાં કેસ વધી રહ્યા છે.
મ્યુકરમાયકોસીસના દર્દીઓને શરીરના વજન પ્રમાણે 80થી માંડીને 150 જેટલા ઇન્જેકશન લેવાના થતાં હોય છે. બીજું આ ઇન્જેકશનદીઠ મહત્મ ભાવ રુ. 7900 અને ઓછામાં ઓછા રુ. 369 ભાવ છે.
હા એ વાત સાચી છે કે આ રોગની સારવાર ખૂબ જ ખર્ચાળ છે કારણ કે દર્દીને આ દવાના ઓછોમાં ઓછા અંદાજે 80 અને વધુમાં વધુ 150 કે તેથી વધુ ઇન્જેકશન આપવા પડી શકે છે. આ ઉપરાંત દર્દીની સારવાર માટે યોગ્ય ડોકટરો અને યોગ્ય હોસ્પિટલ મળવી પણ ખૂબ જ મુશ્કેલ છે.
ફંગસથી ફેલાતા આ રોગમાં માત્ર આ દવાનો જ ખર્ચ રૂ. 11-16લાખનો થઈ શકે છે. આ ખર્ચ ઉપરાંત અન્ય દવા અને હોસ્પિટલના ખર્ચને જોવામાં આવે છે. જો કોઈ મધ્યમ વર્ગ અથવા ગરીબ વર્ગનું દર્દી હોય તો તેઓ આર્થિક ભીંસમાં આવી શકે છે. અને હા આમાં સમયગાળો પણ ખૂબ ઓછો હોય છે તેથી દર્દીના જીવ બચાવવા માટે તાત્કાલિક સારવાર અને જરૂર પડ્યે તો ઓપરેશન અથવા સર્જરી કરવી અનિવાર્ય બની જાય છે.
મ્યુકરમાઇકોસિસ માટેની દવા એમફોટેરીસીનનો સતત 28 દિવસ કોર્સ કરવો પડે છે અને તેમાં એક દિવસમાં 7-8 વખત ઈંજેક્શનનનો ઉપયોગ કરવામાં આવે છે.
આ દવા પાછળ એક દર્દીને 15 લાખ જેટલો ખર્ચ થતો હોય છે. પણ હાલ આ દવાની તંગી હોવાથી તેની સારવાર કરવી તબીબો માટે પડકારજનક સાબિત થઈ રહી છે.