આપણા હિન્દુ શાસ્ત્રમાં ભગવાનને ભોગ ધરાવવામાં આવે ત્યારે તે પ્રસાદને ખાસ રીતે તૈયાર કરવામાં આવે છે. સ્વચ્છતા, પવિત્રતાને ખાસ ધ્યાનમાં રાખવામાં આવે છે. આપણે ત્યાં કહેવત છે કે ‘અન્ન તેવો ઓડકાર’ એટલેકે તમે જેવું ભોજન લો છો તમારા આચાર વિચાર પણ તેવા જ થાય છે. આ જ કરાણે ખાસ તો લસણ ડુંગળી, વગરનું સાત્વિક ભોજન બનાવવામાં આવે છે. આની પાછળ એક પૌરાણિક કથા છે. જેનો સિધો સંબંધ સમુદ્ર મંથન સાથે રહેલો છે.
વાત સમુદ્ર મંથનના સમયની છે, સમુદ્ર મંથનથી જ્યારે અમૃત નીકળ્યુ તો અમૃત ને ગટગટાવી જવા દેવતાઓ અને રાક્ષસો વચ્ચે ઝપાઝપી થઈ, ત્યારે મોહિની રૂપ ધારણ કરીને ભગવાન વિષ્ણુએ દેવતાઓને અમૃતપાન કરાવવાના ઉદ્દેશ્યથી રાક્ષસોને ભ્રમિત કરી અમૃત બાંટવાનું શરૂ કરી દીધું. ત્યારે રાહુએ આ ચાલ ચાલી રાહુ નામના રાક્ષસે જ્યારે મોહિની પર શક પડ્યો તો તે ચુપચાપ દેવતાઓની પંક્તિમાં વેશ બદલીને બેસી ગયો. ત્યારે ભગવાન વિષ્ણુ પણ તેના આ રૂપને પારખી ન શક્યા અને રાહુ અમૃતપાન કરી ગયો.
સૂર્ય દેવ અને ચંદ્રએ રાહુને ઓળખી પાડ્યો. મોહિનીને તેની ભૂલ સમજાઈ, ભગવાન વિષ્ણુએ સુદર્શન ચક્રથી રાહુનું મસ્તક ધડથી અલગ પાડી દીધુ. માથુ કપાતી વખતે અમૃતના કેટલાક બુંદ નીચે જમીન પર પડ્યા જે લસણ અને ડુંગળી, રૂપે બન્યા. અમૃતથી ઉત્પન્ન થયેલ હોવાથી લસણ અને ડુંગળી રોગનાશક તત્વોથી ભરપુર છે, રાક્ષસી રક્તનું મિશ્રણ હોવાથી રાક્ષસી ગુણોનો સમાવેશ થાય છે. આ વસ્તુઓનું સેવન કરો તો ઉત્તેજના, ક્રોધ, હિંસા અશાંતિ અને પાપમાં વૃદ્ધિ થાય છે. આથી વ્રત દરમિયાન લસણ ડુંગળીનો પ્રયોગ ન કરવો જોઈએ.