હિંદુ ધર્મના પ્રચાર પ્રસારમાં આદી શંકરાચાર્યનું મહાન યોગદાન દર્શાવે છે આ ચાર મઢ

પ્રાચીન ભારતીય સનાતન પરંપરાના વિકાસ અને હિંદુ ધર્મના પ્રચાર પ્રસારમાં આદી શંકરાચાર્યનું મહાન યોગદાન છે. તેમને ભારતીય સનાતન પરમપરાને પુરા દેશમાં ફેલાવા માટે ભારતના ચારે ખૂણામાં શંકરાચાર્ય મઢની સ્થાપના કરી હતી તે ચારે મઢ આજે પણ પણ ચાર શંકરાચાર્યના નેતૃત્વમાં સનાતન પરંપરાનો પ્રચાર પ્રસાર કરે છે. હિંદુ ધર્મમાં મઢોની પરંપરા લાવવાનો શ્રેય આદી શંકરાચાર્યને જાય છે. તેમને દેશના ચારે ખૂણામાં મઢની સ્થાપના કરી હતી તો ચાલો જાણીએ તેના વિશે…

શ્રુંગેરી મઢ:

શ્રુંગેરી શારદા પીઠ ભારતના દક્ષીણમાં રામેશ્વરમમાં છે. શૃંગેરી મઢ કર્ણાટકના પ્રસિદ્ધ મઢો માંથી એક છે. ત્યાં રામચંદ્રપુર મઢ પણ પ્રસિદ્ધ છે. તેના દ્વારા દીક્ષા લેવાવાળા સન્યાસીનું નામ પછી સરસ્વતી, ભરતી, પૂરી સંપ્રદાય નામ વિશેષ લગાવામાં આવે છે. જેનાથી તેને એક સંપ્રદાયના સન્યાસી માનવામાં આવે છે. આ મઢનું મહા કાવ્ય ‘અહં બ્રમ્હાસમી’ છે. મઢની અંદર ‘યજુર્વેદ’ ને રાખવામાં આવ્યો છે. તેના પહેલા મઢાધીશ આચાર્ય સુરેશ્વર  હતા.

ગોવર્ધન મઢ:

ગોવર્ધન મઢ ઉડીસાના પૂર્વ માં છે ગોવર્ધન મઢનો સંબંધ ભગવાન જગન્નાથ મંદિર થી છે. બિહારથી લઈને રાજ મુન્દ્રી સુધી ઉડીસાથી લઈને અરુણાચલ પ્રદેશ સુધીનો ભાગ આ મઢની અંદર આવે છે ગોવર્ધન મઢની અંતર્ગત દીક્ષા લેવા વાળા સન્યાસીઓના નામ પછી ‘આરણ્ય’ સંપ્રદાય નામ વિશેષણ લાગમાં આવે છે. જેનાથી તેને સંપ્રદાયના સ્વામી માનવામાં આવે છે આ મઢનું મહાકાવ્ય ‘પ્રજ્ઞાનં બ્રહ્મ’ અને આ મઢની અંતર્ગત ‘ઋગ્વેદ’ને રાખવામાં આવ્યો છે. આ મઢના પહેલા મઢાધીશ આદી શંકરાચાર્યના પહેલા શિષ્ય પદ્મપાદ હતા.  

શારદા મઢ:

દ્વારકા મઢને શારદા મઢના નામથી જાણવામાં આવે છે. આ મઢ ગુજરાત ના દ્વારકાધામમાં છે. તેના અંતર્ગત દીક્ષા લેવાવાળા સન્યાસીઓનું નામ પછી તીર્થ અને આશ્રમ સાંપ્રદાય નામ વિશેષણ લગાવામાં આવે છે. જેનાથી તેને તે સંપ્રદાયના સન્યાસી માનવામાં આવે છે. આ મઢનું મહાકાવ્ય છે ‘તત્ત્વમસી’ અને અહી ‘સામવેદ’ને રાખવામાં આવ્યો છે. આ મઢ ના પહેલા મઢાધીશ હસ્તામલક હતા તે આદી શંકરાચાર્યના ચાર પ્રમુખ શિષ્યો માંથી એક હતા.

જ્યોતિમઢ:

જ્યોતિમઢ ઉતરાખંડના બદ્રીકાશ્રમમાં છે ઐતિહાસીક વાતો પર જ્યોતિમઢ સદીઓથી વૈદિક શિક્ષા તથા જ્ઞાનનું એક એવું કેન્દ્ર છે. જેની સ્થાપના ૮મિ સદીમાં આદી શંકરાચાર્ય એ કરી હતી. જ્યોતિમઢ ના અંતર્ગત દીક્ષા લેવા વાળા સન્યસીઓનું નામ પછી ગીરી પર્વત અને સાગર ચારે દિશામાં આદી શંકરાચાર્ય એ સ્થાપિત કર્યા હતા ૪ મઢ સંપ્રદાય નામ વિશેષણ લગાવામાં આવે છે. જેનાથી તેને તે સંપ્રદાયના સન્યાસી માનવામાં આવે છે તેનું મહાકાવ્ય ‘અયમાત્મા બ્રહ્મ’ છે, મઢના અંતર્ગત અથર્વવેદ ને રાખવામાં આવ્યો છે તેના પહેલા મઢાધીશ આચાર્ય તોટક હતા.   

Leave a reply:

Your email address will not be published.

Site Footer