વેસ્ટ ઈન્ડિઝના સેંટ વિન્સેન્ટ ટાપુ પર જ્વાળામુખી ફાટ્યો, રાખ સાથે સોનુ પણ વરસ્યું

વેસ્ટ ઈન્ડિઝ ટાપુ સમુહના સેન્ટ વિન્સેન્ટ ટાપુ પર ઘણા દિવસથી લા શોફરેર જ્વાળામુખી ભભૂકી રહ્યો છે. સેન્ટ વિન્સેન્ટ નાનકડો ટાપુ હોવાથી જ્વાળામુખીની વિપરિત અસર સમગ્ર ટાપુ પર જોવા મળી રહી છે. પાણી કે બરફનો વરસાદ વરસે એમ અહીંના ગામ પર રાખનો વરસાદ વરસ્યો છે

ફીટના હિસાબે રાખના ધર જામી ગયા છે.૬ લોકોને પડતી આ મુશ્કેલી વચ્ચે સારી વાત એ છે કે રાખ સાથે સોનુ પણ વ૨સી રહ્યું છે. રાખ સાથે સોનાના કણો-ગટ્ટા હોવાની વાત ખુદ અહીંના ડેપ્યુટી પ્રાઈમ મિનિસ્ટર મોન્ટગોમરી ડેનિયલે કરી હતી.

ડેનિયલે કહ્યું હતું કે એ વાત સાચી છે કે રાખ સાથે સોનાના કણો પણ મળ્યાં છે. જ્વાળામુખીની રાખ સાથે સોનાના કણો વ૨સે એ અચરજ પ્રેરક વાત છે, પણ વિજ્ઞાનીઓને તેની કોઈ નવાઈ નથી. કેમ કે ધરતીના પેટાળમાં રહેલી

ધાતુઓ જ્વાળામુખી વખતે બહાર ફેંકાતી હોય છે. ભૂતકાળમાં પણ આ રીતે જ્વાળામુખીની લોકો પોતાના ઘર ન ઓળખી રાખ-ધૂળ સાથે સોનુ-હીરા બહાર ફેંકાયાના પ્રસંગો બન્યા છે. કેટલું સોનુ બહાર ફેંકાયુ, શકે એવો રાખનો થર જામ્યો

ક્યાં ફેંકાયુ તેની વધારે વિગતો ડેનિયલે ગુપ્ત રાખી હતી. જેથી લોકો ત્યાં ઉમટી ન પડે :- પણ ડેનિયલે કહ્યું હતું કે સોનાની શુદ્ધતા તપાસવા અને અન્ય કામગીરી માટે જરૂર પડ્યે આંતરરાષ્ટ્રીય નિષ્ણાતો બોલાવાશે. અત્યારે તો જોકે સેન્ટ વિન્સેન્ટ ટાપુની મોટી સમસ્યા રાખના ઢગલા છે.

જ્વાળામુખી સાથે ફેંકાતી રાખ હવામાં હજારો ફીટ ઊંચે જતી હોય છે. એ રાખ અસપાસમાં ફેલાય ત્યાં લોકોને શ્વાસ લેવામાં પણ તકલીફ થાય કેમ કે તેમાં અતિ ઝેરી સલ્ફર વાયુ હોય છે. વળી ફ્રેન્ચ ભાષામાં શોરે૨નો અર્થ જ સલ્ફર થાય છે.

આ જ્વાળામુખી મહત્તમ સલ્ફર વાયુ ઓકવા માટે બદનામ છે. રાખ-પથ્થરના વરસાદને કારણે અનેક મકાનો તૂટી ગયા છે. કેટલાક સ્થળોએ રાખનો થર આઠ ઈંચ સુધીનો મપાયો છે. જ્વાળામુખીની રાખ જેટલો વધુ સમય હવામાં રહે એટલો સમય સૂર્યના કિરણોને ધરતી પર આવતા રોકે અને ધરતી પર તાપમાનમાં પણ તેનાથી વધારો થાય.

વિસ્ફોટથી સ્થાનિક વિજ્ઞાનીઓના કહેવા પ્રમાણે જ્વાળામુખી આસાનીથી શાંત થવાનો નથી. મહિનાઓ સુધી જ્વાળામુખી વિસ્ફોટથી રહેવાસીઓનું જીવન નરક બન્યું 1 લાખ રહેવાસી છે, જેમાંથી ૨૦હજારને તો કામચલાઉ શિબિરોમાં ખસેડાયા છે.

Leave a reply:

Your email address will not be published.

Site Footer