જાણો યોરૂબા ધર્મ વિશે જે નાઈજીરિયામાં જન્મેલો અને ઈસાઈ ધર્મ સાથે એકદમ મળતો આવે છે

દુનિયામાં અનેક ધર્મ, પંથ અને માન્યતાઓ છે. તેમાંથી કેટલાક એવા છે જે 2000 વર્ષથી પણ વધુ જૂનાં છે. એવો જ એક ધર્મ યોરૂબા છે. નાઈજીરિયામાં જન્મેલો આ પંથ અને ધર્મ, ઈસાઈ ધર્મ સાથે એકદમ મળતો આવે છે. જેમાં આફ્રિકી દેવતા એલિગુઆની પૂજા કરવામાં આવે છે. જેને રોડ્સના દેવતા માનવામાં આવે છે. દુનિયાના અનેક દેશોમાં એલુગ્વા(એલિગુઆ)ને પૂજવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે તેઓ જિંદગીના બંધ દરવાજા ખોલી દેતા હોય છે. ભારતમાં તેમનું પહેલું મંદિર બેંગલુરુમાં બન્યું છે.

એલિગુઆ એક વૃદ્ધ આદમી છે અને એક જ સમયમાં તે એક બાળક પણ છે. તે એક અંતહીન પથિક છે જે મોટાભાગે ભિખારીના રૂપમાં ફરતો જોવા મળે છે. યોરુબામાં એલિગુઆ નામનો શાબ્દિક અર્થ છે “દેવતાઓનો દૂત” કેટલીક માન્યતાઓ પ્રમાણે એલિગુઆને સ્વર્ગનો રક્ષક પણ કહેવામાં આવ્યો છે. એલિગુઆને ઓગાતાલ અને યંબોના પુત્ર માનવામાં આવે છે. તેમના ચાર ભાઈ પણ છે જેના નામો શાંગો, ગોગુન, આસુન અને ઓરિમિલા છે. તેમની પણ એક સાથે પૂજા કરવામાં આવે છે પરંતુ તેમાં એલિગુઆને સૌથી પહેલાં અને સૌથી વધુ પૂજવામાં આવે છે.

તેનું કારણ એ છે કે તે ક્રોસ રોડ્સ અર્થાત્ ચાર રસ્તાના દેવતા છે, જિંદગીમાં જેટલી પણ સમસ્યાઓ છે તે આપણી પ્રગતિના રસ્તાઓ બંધ કરે છે, આ રસ્તાઓને ખોલવાનું કામ એલિગુઆ કરે છે. બેંગલૂરુંના કોરમગલા વિસ્તારમાં તેમનું પહેલું મંદિર બનાવનારી ટેરો રીડર શીલા બજાજના કહેવા પ્રમાણે એલિગુઆનું જે મંદિર અમને બનાવ્યું છે, તેને ટેંપલ ઓફ મિરેકલ કહેવામાં આવે છે. અહીં રોજ અનેક લોકો આવે છે જે પોત-પોતાની ઈચ્છાઓ એલિગુઆની સામે રજૂ કરે છે. મન્નત પૂરી થાય ત્યારે ભક્તો તેમને ચઢાવો ચઢાવવા પણ આવે છે. એલિગુઆને કોફી, ચોકલેટ્સ, ચાવીઓ, રમ, નારિયળ સિવાય પણ બીજી અનેક વસ્તુઓ ચઢાવવામાં આવે છે.

અહીં લોકોની આસ્થા લગાતાર વધી રહી છે. રોજ અનેક લોકો ટેમ્પલ ઓફ મિરેકલમાં આવે છે અને અહીં પોતાની મન્નત(ઈચ્છાઓ) કાગળ પર લખીને જાય છે. તે બધા તરફથી પૂજા પણ કરવામાં આવે છે. પૂજાનો સામાન કોઈ ક્રોસરોડ ઉપર છોડી દેવામાં આવે છે. શ્રીમતી બજાજના કહેવા પ્રમાણે એલિગુઆ આપણી પરીક્ષા પણ લેતા હોય છે. તેમનો વ્યવહાર કોઈ વૃદ્ધ કે બાળક જેવો હોય છે. તેમને રમકડાં પસંદ હોય છે. લોકો રમકડા ચઢાવીને જાય છે. ભવિષ્યમાં અમારી યોજના એલિગુઆનું મોટું મંદિર બનાવવાની તૈયારી કરવાની છે. અમે સતત આ મંદિરનો પ્રચાર કરી રહ્યા છીએ. લોકોને તેમાં જોડી રહ્યા છીએ અને જે લોકો જોડાયા છે તેમને ઘણો ફાયદો પણ થયો છે.

Leave a reply:

Your email address will not be published.

Site Footer