45 વર્ષ પછી હેમા માલિનીએ કર્યો ખુલાસો, ફિલ્મ શોલેમાં નહોતી કરવા માંગતી બસંતી નો રોલ કારણકે..

ભારતીય ફિલ્મ ઇન્ડસ્ટ્રીની અભિનેત્રીઓ માંથી એક નામ હેમામાલી ની નું પણ આવે છે. બોલીવુડ ઇન્ડસ્ટ્રીઝ ની ડ્રીમ ગર્લ કહેવામાં આવતી મશહૂર અભિનેત્રી હેમામાલિનીએ પોતાની ખુબસુરતીથી લાખો કરોડો લોકો ને પોતાના દિવાના બનાવી લીધા છે. એક સમય એવો હતો જ્યારે હેમા માલિની લાખો દર્શકોના દિલો પર રાજ કરતી હતી દરેક લોકો તેની ખુબસુરતી અને અદાકારી ની ખૂબ તારીફ કરતા હતા વર્તમાન સમયમાં પણ હેમા માલીના ચાહવા વાળા ની કોઈ કમી નથી. આજે પણ ફેન્સ હેમા માલિનીને ખૂબ પસંદ કરે છે.

આપણે દરેક લોકો જાણીએ છીએ કે ૧૯૭૫ માં આવેલી ફિલ્મ શોલેમાં હેમામાલિનીએ બસંતી નો રોલ નિભાવ્યો હતો. જે આજે પણ લોકોના દિલમાં છે. પરંતુ ખૂબ ઓછા લોકોને આ વાતની જાણકારી છે કે હેમા માલિનીને બસંતી નો કિરદાર નિભાવવા માટે ખૂબ મહેનત કરવી પડી હતી. તેમના માટે આ રોલ નિભાવવો એટલો આસાન ન હતો. હાલમાં હેમામાલીની ઇન્ડિયન આઇડલ માં પહોંચી અને તેમણે આ કિસ્સો જાહેર કર્યો.

હેમા માલિનીએ ફિલ્મ શોલેમાં તેમના બસંતી ના રોલ વિશે વાત કરી હતી, તેમણે કહ્યું હતું કે ફિલ્મ શોલે એક સંસ્કારી ફિલ્મ છે, પરંતુ મને એવું લાગે છે કે તે વિભિન્ન પરિસ્થિતિઓના કારણે સૌથી કઠિન ભૂમિકાઓ માંથી એક હતી. હેમા માલિનીએ જણાવ્યું કે હું બેંગલુરુમાં ખુલ્લા પગે શૂટિંગ કરી રહી હતી. તે પણ મે મહિનામાં.

શૂટિંગ કરતી વખતે જમીન હંમેશા ગરમ રહેતી હતી અને ખુલ્લા પગે ચાલવું ખુબ જ મુશ્કેલ હતું. હેમા માલિનીએ જણાવ્યું કે ઋતુ સાથે જોડાયેલી પરિસ્થિતિઓ એ આ શૂટિંગ ને થોડુંક મુશ્કેલ બનાવી દીધો હતો. બપોરે શૂટિંગ કરવામાં ખૂબ મુશ્કેલી આવતી હતી. પરંતુ બધું મેળવીને ને દરેક લોકો સાથે શૂટિંગ કરવામાં મજા જ અલગ હતી.

તમને જણાવી દઈએ કે ૧૯૭૫ માં રિલીઝ થયેલી ફિલ્મ શોલે તે સમય ની બ્લોક બસ્ટર ફિલ્મ સાબિત થઈ હતી. આ ફિલ્મનું નિર્દેશન રમેશ સિપ્પીએ કર્યું હતું અને તેમનું નિર્માણ તેમના પિતા એ પી સિપ્પીએ કર્યું હતું. ફિલ્મ શોલેમાં હેમા માલિની સિવાય ધર્મેન્દ્ર, અમિતાભ બચ્ચન એ વીરુ અને જય નો રોલ નિભાવ્યો હતો. તેમજ અમજદ ખાન આ ફિલ્મમાં ગબ્બર સિંહના કિરદાર માં નજર આવ્યા હતા.

જો આપણે હેમામાલિનીના નજીકના જીવનની વાત કરીએ તો હેમામાલિનીએ હિન્દી ફિલ્મ ના ધર્મેન્દ્ર સાથે લગ્ન કર્યા છે. ફિલ્મોમાં સાથે કામ કરતા કરતા તે બંને એકબીજા સાથે પ્રેમ કરવા લાગ્યા અને છેવટે હેમા માલિનીએ ધર્મેન્દ્ર ની બીજી પત્ની બનવા નો સ્વીકાર કરી લીધો હતો. તમને જણાવી દઈએ કે ધર્મેન્દ્ર અને હેમામાલિની પણ એક સાથે ઘણી ફિલ્મોમાં કામ કરી ચૂક્યા છે.

Leave a reply:

Your email address will not be published.

Site Footer