ગુરુ બૃહસ્પતિ ૫ નવેમ્બર ના રોજ બૃહસ્પતિ દેવ ધનુ રાશિમાં પ્રવેશ કરી રહ્યા છે. ધનુ રાશિમાં ગુરુ બૃહસ્પતિ લગભગ ૫ મહિના સુધી બિરાજમાન રહેશે. ૫ નવેમ્બર ૨૦૧૯, મંગળવાર ના રોજ પ્રાતઃ ૧૨ ને 03 મિનીટ પર રાશી ધનુમાં પ્રવેશ કરશે અને ૨૯ માર્ચ ૨૦૨૦, રવિવારના સાંજે ૭ વાગીને 08 મિનીટ સુધી આ રાશિમાં સ્થિત રહેશે. લગભગ પાંચ મહિના સુધી બૃહસ્પતિ ધનુ રાશિમાં જ રહેશે. તો ચાલો જાણીએ બૃહસ્પતિ ના આ પ્રવેશનું ૧૨ રાશિઓ પર શું પ્રભાવ પડશે.
મેષ રાશિ
મેષ રાશિના લોકોને ગુરુ બૃહસ્પતિ ના પ્રવેશથી એના ધન માં વૃદ્ધિ થશે. પરિવારમાં નવા મહેમાન ના આવવાની સંભાવના છે. આ દરમિયાન તમને ભાગ્યનો સાથ મળશે.
વૃષભ રાશિ
વૃષભ રાશિના લોકોના ગુરુના આ પ્રવેશથી રાજ્ય ની તરફથી કષ્ટ થશે. એનાથી આજીવિકા પર પણ સંકટ આવી શકે છે. આર્થિક હાની થવાના યોગ છે. ચોરી ની શંકા બની રહી છે.
મિથુન રાશિ
મિથુન રાશિના લોકોને માનસિક અવસાદ અને ચિંતા રહેશે. રાજ્યાધિકારીઓ તરફથી વિવાદ થશે, અને ધનહાની થવાના પણ યોગ છે. આર્થિક નુકશાન થશે.
કર્ક રાશિ
કર્ક રાશિના લોકોને પુત્ર તરફથી મતભેદ અને વિવાદ થશે. ધનની અછત મહેસુસ થશે. કબજિયાત રોગના કારણે કષ્ટ થશે. પુત્ર સુખ માં ઉણપ આવશે.
સિંહ રાશિ
સિંહ રાશિના લોકોને વ્યવસાય થી લાભ થશે. ઘરમાં કાર્ય સંપન્ન થશે. લોટરી વગેરે થી લાભ થશે. બૌદ્ધિક કાર્યોમાં સફળતા મળવાના યોગ છે.
કન્યા રાશિ
કન્યા રાશિના લોકોના મન અશાંત રહેશે. આવાસ થી દૂર જવું પડી શકે છે. જમીન- જાયદાદ ની બાબતમાં અસફળતા પ્રાપ્ત થશે. ધનહાની ની આશંકા છે.
તુલા રાશિ
તુલા રાશિના લોકોને એમના સગા સબંધીઓ થી વિવાદ થશે. કાર્યસ્થળ પર બાધાઓ આવશે. શારીરિક કષ્ટ થશે. આર્થિક અને વ્યવસાય માં હાની થશે.
વૃશ્ચિક રાશિ
વૃશ્ચિક રાશિના લોકોને કુટુંબ સુખ માં વૃદ્ધિ થશે. ધનલાભ થશે. વિવાહ અથવા પુત્ર નો જન્મ થઇ શકે છે. શત્રુ પરાજિત થશે. માન સન્માન માં વૃદ્ધિ થશે.
ધનુ રાશિ
ધનુ રાશિના લોકોને રાજભય ના કારણે માનસિક અશાંતિ રહેશે. કાર્યક્ષેત્ર માં બાધાઓ આવશે. યાત્રા માં કષ્ટ થશે. આર્થિક નુકશાન થશે.