વિવાહિત સંબંધોમાં કેટલીક વાતો હોય છે જે કોઈએ કહેવી ન જોઈએ. જો કે, આ વસ્તુઓ નવી નથી. ઘરના વડીલો હંમેશા સલાહ આપે છે કે પતિ-પત્ની વચ્ચે બનેલી કેટલીક બાબતો કોઈને કહેવી ન જોઈએ. એટલા માટે જ આજે અમે તમને આ લેખ દ્વારા જણાવવા ના છે કે કઈ કઈ વાતો આપણે કોઈ ને કહેવી જોઈએ નહિ.
તો ચાલો આપણે જાણીએ કે તે કઈ વસ્તુઓ છે જે તમારા મિત્ર અથવા કોઈ અનિવાર્ય સંબંધીને રિલેશનશિપમાં ન કહેવી જોઈએ. તમારા મિત્રને તમારા ઘર વિષે કઈ પણ નાં કહો કેમ કે તે લોકો તમારા ઘર ના વ્યક્તિઓ ને જાણતાં નથીં અને તે લોકો તમને જે સલાહ આપસે તેનાથી તમારા ઘર માં જગડો પણ થઇ શકે છે.
ઘરની વાતો કરવી કે દુષ્ટતા કરવાથી અણ બનાવની ભાવના ઉત્પન્ન થાય છે.પૈસા દરેક માટે મૂલ્યવાન છે. જો તમારે જીવનમાં કોઈ પણ પ્રકારની મુશ્કેલીમાં ન આવવું પડે. તેથી તમારા ઘરની સંપત્તિ કોઈની સાથે ન વહેંચવી તે સમજદાર છે, કારણ કે તમે ઘણી વાર્તાઓ સાંભળી હશે જેમાં પૈસા જ પરિવાર માટે મુશ્કેલીનું કારણ બને છે.
ઘણી વાર સાસુ અને વોવ વછે પણ આના કાની થઇ જતી હોય છે તે વાત પણ કોઈ ને કહેવી જોઈએ નહિ. દરેક પતિ-પત્ની વચ્ચે પ્રેમ અને ઝઘડો થતો જ હોય છે પરંતુ આનો અર્થ એ નથી કે તમારે તે વિશે કોઈની સાથે વાત કરવી જોઈએ. કારણ કે જ્યારે તમે ગુસ્સે હોવ ત્યારે કેટલીક વાર ભૂલથી આડાઅવળું બોલી જાય છે.
તેનો ફાયદો ઉઠાવી અને તમારા કેટલાક સંબંધીઓ તમારા લગ્ન જીવનમાં કડવાશ લાવવાની કોશીસ કરે છે અને ક્યારેક તો તે સંબધ તોડાવવા માં સફળ પણ બની જય છે. જો તમારું ક્યાંક અપમાન કરવામાં આવ્યું છે, તો તે વિશે કોઈ પણ વ્યક્તિ ને વાત ના કરવી જોઈએ કેમ કે જો તમે કોઈ ને એ વાત કહેશો તો તે પાછળ થી તમારી ઠેકડી ઉડાડશે.
આ ઉપરાંત તેઓ બધાને આ વિશે ની વાત કહેશે, જેથી બધા જ લોકો તમારી સાથે અપમાનજનક વર્તન કરવા લાગશે અને તમારી ઉપર હસશે, એટલા માટે ભૂલથી પણ ક્યારેય એવી વાત કોઈ ને કહેવી જોઈએ નહિ. જેથી તમારા જીવનમાં કોઈ સમસ્યા ન આવી શકે.