ભારતનું એકમાત્ર એવું મંદિર જ્યાં થાય છે દેડકાની પૂજા, જાણો ૨૦૦ વર્ષ જુના આ મંદિરનું મહત્વ 

ભારત માં કેટલાય એવા મંદિરો છે જ્યા જાનવરો ની પૂજા કરવામા આવે છે, કુકુરદેવ મંદિર મા કુતરાની પૂજા કરવામા મા આવે છે તો બિજી બાજુ મત્સ્ય દેવી મંદિર મા માછલી ની પૂજા કરવામાં આવે છે. એવી એવી જગ્યા છે જ્યા મંદિર નો રક્ષક એક મગરમચ્છ પણ છે.

અને અત્યાર સુધીમા અમે આપને એવા કેટલાય મંદિરો વિશે જણાવી પણ ચુક્યા છિએ.  આજે આ શૃંખલા મા અમે તમને જણાવીશુ  ભારતના એકમાત્ર એવા મંદિર વિશે જ્યા દેડકાની પૂજા કરવામા આવે છે.

ચાલો જાણીએ ક્યા આવ્યુ આ મંદિર અને શુ કામ કરવામાં આવે છે દેડકાની પૂજા. ભારતનુ એકમાત્ર મેંઢક મંદિર ઉત્તરપ્રદેશના લખીમપુર ખીરી જિલાના ઓયલ ગામ પાસે આવેલ છે. કહેવામાં આવે છે કે આ મંદિર આશરે ૨૦૦ વર્ષ જુનૂ પુરાણુ છે.

એવી માન્યતા છે કે દુષ્કાળ અને પૂર જેવી પ્રાકૃતિક આપત્તિ ઓથી બચાવ માટે આ મંદિર નુ નિર્માણ કરવામાં આવ્યુ છે. આ જગ્યા ઓયલ શૈવ સંપ્રદાય નુ પ્રમુખ કેંદ્ર હતુ અને અહિના શાસકો ભગવાન શિવના ઉપાસકો હતા,

આ ગામની વચ્ચે મંડૂકયંત્ર પર આધારીત પ્રાચીન શિવ મંદિર પણ આવેલ છે. આ ક્ષેત્ર અગિયારમી સદિ બાદ થી માંડિને ૧૯ મી સદિ સુધી ચાહમાન શાસકો ના શાસન ને આધિન રહેલુ. ચાહમાન વંશ ના રાજા બખ્શ સિંહે આ અદભુત મંદિર નુ નિર્માણ કરાવેલુ.

તાંત્રિક એ કર્યુ મંદિર નુ વાસ્તુ : મંદિર ની વાસ્તુ કાર્ય વિધિ કપિલાના એક મહાન તાંત્રિકે કર્યુ હતુ. તંત્રવાદ પર આધારીત આ મંદિર ની વાસ્તુ સંરચના પોતાની વિશેષ શૈલી ને કારણે મનમોહી લે છે. મેંઢક મંદિર મા દિવાળી સિવાય મહાશિવરાત્રી પર પણ મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડે છે.

કેવી રીતે જશો આ મંદિરે? લખિમપુર થી ઓયલ ગામ ૧૧ કિમી દુર છે. અહિ જવા માટૅ પહેલા તમારે લખીમપુર સુધી આવવુ પડશે. ત્યાર બાદ બસ કે ટેક્સી દ્વારા તમે ઓયલ ગામ સુધી પહોંચી શકો છો.

જો તમે ફ્લાઇટ મારફતે આવતા હો તો અહિ થી સૌથી નજીક નુ એરપોર્ટ લખનઊ છે જે ઓયલ ગામથી ૧૩૫ કીમી ની દુરી પર આવેલ છે. અહિથી ત્માને UPRTC ની બસો લખીમપુર સુધી મળી જશે.

Leave a reply:

Your email address will not be published.

Site Footer