આને કહેવાય સાંસદ સભ્ય, ગુજરાત ના ચાલુ સાંસદ અચાનક પહોંચી ગયા કોવિડ સેન્ટર પર, ગંદકી જોઈ શોચાલય સહિત બધું સાફ કર્યું

સાવરકુંડલામાં 100 બેડનું આઇશોલેશન સેન્ટર શરૂ કરવાનું આયોજન હતું. પરંતુ જ્યારે સાંસદ સભ્ય ત્યાં પહોંચ્યા ત્યારે આ જગ્યાએ ખૂબ જ તગંદકી હતી. આ ગંદકીને સાફ કરવા માટે સાંસદ નારણભાઇ કાછડીયા એ કાર્યકરોને સફાઈ કામ માટે મંજૂર ગોતવાનું કહ્યું ,

પરંતુ મજુર ન મળતાં ચાલુ સાંસદ સભ્ય નારણભાઈ કાછડીયા એ પોતે કોઈની રાહ જોયા વગર સફાઈ કામગીરી શરૂ કરી દીધી. આ બાબતે જ્યારે તેમને પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું કે તેમનો ધ્યેય લોકોને કોઇપણ રીતે મદદ કરવાનો છે.

સાવરકુંડલા શહેરની વચ્છરાજભાઈ જીવાભાઈ પારેખ આંખની હોસ્પિટલ વર્ષોથી બંધ હાલતમાં હતી. અને આ જ જગ્યાએ નવું આઇસોલેશન સેન્ટર શરૂ કરવાની યોજના છે. જ્યાં ઓક્સિજનની સુવિધા પણ ઉપલબ્ધ કરાવશે.

આમ તો ભારતમાં નામ પુરતી જ લોકશાહી છે. નેતાઓ ફક્ત લોકોના પૈસા સેવા કરવાનો દેખાવ જ કરતા હોય છે પરંતુ નારણભાઈ કાછડીયા એ પોતે હાથે સફાઈ કરીને હજુ સારા નેતા સમાજમાં છે તેવો અનુભવ કરાવ્યો હતો.

Leave a reply:

Your email address will not be published.

Site Footer