મુખ્યમંત્રી ના ચેડાં કરેલા વિડિઓ ફોરવર્ડ કરતા પહેલા ચોકી જજો, મેકડોનાલ્ડ વાળો વીડિયો બનાવનાર છે આ વ્યક્તિ

અત્યારે ઇન્ટનેટ અને સોશ્યલ મીડિયાનો યુગ ચાલી રહ્યો છે. સોશ્યલ મીડિયાના માધ્યમથી લોકો એકબીજા સાથે જોડાયેલા છે તથા જુદા જુદા પ્લેટફોર્મ મનોરંજન, કોમ્યુનિકેશનની સાથે સાથે જાણકારી પ્રાપ્ત કરવાના કામે આવી રહ્યું છે ત્યારે સોશ્યલ મીડિયાનો પોતાનો અલગ જ દબદબો હવેના યુગમાં જોવા મળે છે.

આંગળીના ટેરવે જોતજોતાંમાં વીડિયો વાયરલ થઈ હતા હોય છે ત્યારે રાજ્યના મુખ્યમંત્રીનો એક વીડિયો વાયરલ કરવા મામલે વડોદરાના એક યુવકની ધપકડ કરવામાં આવી છે. યુવક ઉપર મુખ્યમંત્રી ના વિડીયો એડિટ કરીને તેમની માન અને પ્રતિષ્ઠા ઉપર હાની પહોંચાડવાનો આરોપ છે.

વિજય રૂપાણીનો એક વીડિયો સોશ્યલ મીડિયામાં ખૂબ વાયરલ થઈ રહ્યો છે જેમાં તેઓ તેવો બનાસકાંઠાના ખેડૂતો ના બટાકાનો ઉપયોગ મેકડોનલ્સ કંપનીની ફ્રેન્ચ ફ્રાઈસ બનાવવા માટે થશે તેવું જણાવી રહ્યા હતા. ત્યારે મુખ્યમંત્રીની સ્પીચ સાથે ચેડાં થયા હોવાના આરોપમાં રાજ્યની ક્રાઇમ બ્રાન્ચે એક યુવકની ધરપકડ કરી છે. યુવક પર સોશ્યલ મીડિયા પર આ વીડિયો પોસ્ટ કરવાનો પણ કેસ કરવામાં આવ્યો છે.

આરોપી પ્રદીપ કહાર વડોદરામાં રહે છે તથા તે ડીજેનો ધંધો કરતો હોવાનું સામે આવ્યું છે. તેના પર વાસ્તવિક વીડિયોને એડિટ કરવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. રાજ્યના મુખ્યમંત્રીની પ્રતિષ્ઠા અને પદને નુકસાન થતો હોવાનો ગુનો પણ યુવક સામે નોંધવામાં આવ્યો છે. તેને આ ઉપરાંત ઘણા અન્ય નેતાઓના પણ વિડિયોઝ તેના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઉપર મૂક્યા હોવાનું આરોપ છે.

Leave a reply:

Your email address will not be published.

Site Footer