દુઃખદ ઘટના; 12 વર્ષનો બાળક ક્રિકેટ રમતો હતો અને મંદિરમાં બોલ જતો રહ્યો, બોલ લેવા જતા પગ લપસ્યો ને, આવું થતા થયું મોત

અમદાવાદના થલતેજ વિસ્તારમાં વાલીઓ માટે ચેતવણીરૂપ કિસ્સો બન્યો હતો. થલતેજ વસવાટ કરતા નાગજીભાઈ ઠાકોર ખેતી તથા રિક્ષા ચલાવીને પોતાનું ગુજરાન ચલાવે છે. તેઓના ઘરની સામે જ મહાદેવનું મંદિર આવેલું છે.

આ મંદિરની સામે જ નાગજીભાઈનો પુત્ર હર્ષ કે જેની ઉંમર ફક્ત બાર વર્ષે થતી તે પોતાના મિત્રો સાથે ક્રિકેટ રમી રહ્યો હતો. તે ક્રિકેટ રમતો હતો તે દરમિયાન બોલ મંદિરની અંદર વયો ગયો હતો . ત્યારબાદ આ બોલ લેવા માટે હર્ષ અંદર ગયો હતો અને પાછળ ફરતી વખતે દરવાજો ઠેક્યો હતો. દરવાજો ઓળંગતી વખતે દરવાજાના બોર્ડર ઉપર આવેલા એલીવેશન ના લોખંડનો સળીયો કે જે ભાલા આકાર હોતો તે તેની છાતીમાં ઘૂસી ગયો.

અન્ય બાળકો એ જણાવ્યું હતું કે દરવાજો વ્યક્તિ વખતે તેનો પગ લપસતા દરવાજો તેની છાતીમાં ઘૂસી ગયું હતો. આ ઘટનાની જાણ તેમને થતાં તેમને તાત્કાલિક દવાખાને ખસેડવામાં આવ્યો પરંતુ ડોક્ટરે ત્યાં તેમને મૃત જાહેર કર્યો.

આ ઘટનાની જાણ સ્થાનિક પોલીસને થતાં તેણે દુર્ઘટનાથી મૃત્યુ નો કેસ નોંધ્યો હતો. જ્યારે પરિવારમાં આવી કોઈ ઘટના બને ત્યારે સમગ્ર પરિવાર શોકમય બની જતું હોય છે . આ તમામ વાલીઓ માટે ચેતવણીરૂપ કિસ્સો છે કે જે લોકો પોતાના બાળકોને બહાર રમવા મોકલે છે અને તેમના ઉપર ધ્યાન આપતા નથી.

Leave a reply:

Your email address will not be published.

Site Footer