મિત્રો, આપણે દરેક લોકો મહાભારત વિશે તો જાણીએ જ છીએ. મહાભારત વિશે ઘણા પુરાણોમાં પણ જાણવામાં આવ્યું છે. મહાભારત તો આખા દેશમાં ખુબ જ જાણીતું છે. મહાભારતમાં ભગવાન શ્રી કૃષ્ણ ની જીવનશૈલી વિશે વાત કરવામાં આવી છે. આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ ભગવાન શ્રી કૃષ્ણ ની પુત્રી નું રહસ્ય વિશે વિસ્તારમાં, તો ચાલો જાણી લઈએ ભગવાન શ્રી કૃષ્ણ ની પુત્રીનું રહસ્ય..
મહાભારત અનુસાર વિદર્ભ ના રાજા ભીષ્મ પિતા ની પુત્રી રુકમણી ની ઈચ્છા અનુસાર ભગવાન શ્રી કૃષ્ણ એ એમનું હરણ કરીને એમની સાથે વિવાહ કર્યા હતા. રુકમણી ભગવાન શ્રી કૃષ્ણ ની આઠ પત્નીઓ માની એક પત્ની હતી.
શ્રી કૃષ્ણ અને રુકમણી ના કૂલ ૧૦ પુત્ર હતા – પ્રદ્યુમન, ચારુદેષ્ણ, સુદેષ્ણ, ચારુદેહ, સુચારુ, ચરુગુપ્ત, ભદ્ર્ચારુ, ચારુચન્દ્ર, વિચારું અને ચારુ. અમુક લોકો ૯ પુત્ર ની વાત કરે છે એટલે કે ૯ પુત્ર વિશે અમુક વાત જાણવા મળે છે- પ્રદ્યુમન, ચારુદેષ્ણ, સુદેષ્ણ, ચારુધાદ્ર, ધ્રુમ, સુસેના, ઉરુગુપ્ત, ચારુવિંદ અને ચારુધાઉ. બંને ની એક પુત્રી પણ હતી, જેનું નામ ચારુમતિ હતું.
રુકમણીજી તરફથી ભગવાન ના ચારુમતિ નામની એક કન્યા પણ હતી, જેનો ઉલ્લેખ ભાગવત પુરાણ માં ખુબ જ ઓછા માત્રા માં કરવામાં આવ્યો છે. ચારુમતિ વિશે વધારે વિશેષ કઈ પણ લખવામાં આવ્યું નથી, પરતું એ વાત જણાવવા માં આવી છે કે યુદ્ધ ની સમાપ્તિ પછી જયારે કૃતવર્મા ફરીથી પાંડવો માં જઈને મળ્યા હતા, તો એના જ પુત્ર બલિ સાથે કૃષ્ણ ની છોકરી ચારુમતિ ના લગ્ન થયા હતા. આ બાબત વિશે એની પુષ્ટિ કરવામાં આવી શકતી નથી.