જાણો કુંડળીમાંથી મંગળદોષ દુર કરવા માટેના ઉપાયો

સ્ત્રી હોય કે પુરુષ તેમની કુંડળીમાં જો મંગળ તેની પ્રભાવી સ્થિતીમાં હોય તો તેને માંગલિક કહેવાય છે. કુંડળીમાં જ્યારે મંગળ પ્રથમ, ચતુર્થ, સપ્તમ, અષ્ટમ અથવા દ્વાદશ ભાવમાં હોય તો વ્યક્તિ માંગલિક માનવામાં આવે છે. માન્યતા છે કે મંગળ દોષ ધરાવતી વ્યક્તિએ જીવનસાથી તરીકે પણ માંગલિક વ્યક્તિને જ પસંદ કરવી જોઈએ.

જ્યોતિષશાસ્ત્ર અનુસાર જો કોઈ જાતકની કુંડળીમાં મંગળ હોય તો તેના લગ્ન નક્કી થવામાં અનેક સમસ્યાઓ ઉદ્ભવે છે. જો લગ્ન થયા પણ હોય તો લગ્ન જીવનમાં પણ ક્લેશ શરૂ થઈ જાય છે. જો કે માંગલિક જાતકો જ્યોતિષ શાસ્ત્રમાં દર્શાવેલા આ અચૂક ઉપાયો અજમાવે તો તેમને નિશ્ચિત રીતે લાભ થાય છે. કારણ કે આ ઉપાય મંગળ દોષને શાંત કરે છે.

હનુમાનજીના મંત્ર, ‘ૐ શ્રી હનુમતે નમઃ’ નો નિયમિત જાપ કરવો. મંગળવારે લાલ કપડાનું દાન કરીને પણ મંગળદોષને દૂર કરી શકાય છે. રામચરિતમાનસના સુંદરકાંડનો 40 દિવસ સુધી પાઠ કરવો. મંગળદોષને કારણે જો કન્યાના વિવાહમાં વિલંબ થઈ રહ્યો હોય તો કન્યાના ઓશિકા નીચે હળદરની ગાંઠો રાખવી.

માંગલિક દંપતિએ લગ્ન પછી લાલ રંગનાં વસ્ત્ર પહેરી અને ત્રાંબાના પાત્રમાં ચોખા, એક લાલ ફુલ, એક રૂપિયો રાખી અને બધી જ સામગ્રી હનુમાન મંદિરમાં પધરાવી દેવા. નવદંપત્તિનું દાંપત્યજીવન મંગળના પ્રભાવથી મુક્ત રહેશે. 21 મંગળવાર સુધી રોજ રોટલીમાં ગોળની કાંકરી મૂકીને ગાયને ખવડાવવી. સોળ સોમવારનું વ્રત કરવું.

Leave a reply:

Your email address will not be published.

Site Footer