ભગવાન શ્રી કૃષ્ણ પાસે વાસળી હતી અને એમની વાંસળીના સુર પર ગોકુલ ની ગોપીઓ ઘેલી થઇ જતી એ વાત તો આપને સૌ જાણીએ જ છીએ, ભગવાન કૃષ્ણ પોતાની વાસળી ને હંમેશા પોતાની પાસે જ રાખતા અને તેઓ ગાયો ચરવા જાતા ત્યારે આ વાસળી વગાડતા અને તેમની વાંસળીના સુર સાંભળી ગોપીઓ ભાન ભૂલી જતી. પરંતુ શું તમે જાણો છો કે ભગવાન શ્રી કૃષ્ણ ને આ વાસળી કોણે આપી હતી ? ભગવાન કૃષ્ણની વાસળી સાથે ઘણી બધી અલગ અલગ કથાઓ જોડાયેલી છે. તેમાંથી ભગવાન શિવ અને બાવળ ના વૃક્ષ સાથે જોડાયેલ કથાઓ મુખ્ય છે.
ભગવાન શિવજી એ આપી હતી કૃષ્ણ ને વાસળી :
જયારે કૃષ્ણ એ દ્વાપર યુગમાં જન્મ લીધો ત્યારે દેવી દેવતાઓ વેશ બદલી ને તેમણે ગોકુલ માં મળવા આવ્યા હતા. ભગવાન શિવજી તો પાછળ રહે એમ ણા હતા પરંતુ તેમણે ભેટ માં કઈક એવું આપવું હતું કે જે પ્રભુ કૃષ્ણ પોતાના બાળપણ થી લઇ પોતાની વૃદ્ધાવસ્થા સુધી પોતાની પાસે રાખી શકે. ભગવાન શિવજી પાસે દધીચિ ઋષિ નું એક શક્તિશાળી લાકડું હતું. દધીચિ ઋષિ એ જ હતા જેણે ધર્મની રક્ષા માટે પોતાના શક્તિશાળી શરીર ના દરેક હાડકા દાન કરી દીધા હતા. અને એમના હાડકાઓ માંથી જ વિશ્વકર્મા એ ત્રણ ધનુષ્ય જેના નામ હતા, શારંગ, પિનાક અને ગાંડીવ તેમજ એક વજ્ર પણ તૈયાર કર્યું હતું. આ દરેક અસ્ત્ર શસ્ત્ર ખુબજ શક્તિશાળી હતા.
શિવજીએ એ જ હાડકાના ટુકડાને ઘસીને એક ખુબજ સુંદર અને અનુપમ વાંસળી બનાવી હતી. જયારે શિવજી કૃષ્ણ ને મળવા ગોકુલ આવ્યા ત્યારે તેમણે બાળ કૃષ્ણ ને આ વાસળી ભેટમાં આપી હતી. ત્યારથી શ્રી કૃષ્ણ પોતાની પાસે તેને શિવજીના આશિષ ની જેમ હંમેશા પોતાની પાસે જ રાખે છે.